‘સુવિધાઓ નહીં તો ભારતમાં કોન્સર્ટ નહીં’ કહીને પોસ્ટ ડિલીટ કરી: Diljit Dosanjh

Share:

તાજેતરમાં જ ચંદીગઢમાં કોન્સર્ટ દરમિયાન પંજાબના અંગ્રેજી સ્પેલિંગમાં  યૂની જગ્યાએ એ અક્ષર લખતાં વિવાદ સર્જાયો હતો

Mumbai, તા.૨૦

દિલજિતે દોસાંજે પોતાના ચંદીગઢના કોન્સર્ટમાં ૧૪ ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ભારતમાં લાઇવ કોન્સર્ટની સુવિધાઓમાં સુઘારો નહીં થાય ત્યાં સુધી તે ભારતમાં કોઈ કોન્સર્ટ કરશે નહીં. આ વાતનો દિલજિતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે કહેતો હતો, “અહીં આપણા લાઇવ શો માટે કોઈ સુવિધા જ નથી. આમાંથી મોટી કમાણી થતી હોય છે. ઘણા લોકોને તેના કારણે કામ મળે છે. હવે પછી હું કોશિશ કરીશ કે સ્ટેજ મેદાનની વચ્ચે હોય અને તમે બધાં એની આસપાસ રહી શકો. આવું ન થાય ત્યાં સુધી હું ભારતમાં કોઈ શો કરીશ નહીં, પાક્કું.” તેણે આ અંગે નિવેદન પણ શેર કર્યું હતું, પરંતુ મંગળવારે તેણે ફરી એક વખત સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું કે તેના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. પરંતુ પછી તેણે આ પોસ્ટ ડિલીટ કરી હતી. તેણે એક્સ પર ટ્‌વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, “તેને માત્ર ચંદીગઢના વેન્યુ(કોન્સર્ટનું સ્થળ) સાથે વાંધો હતો.” આગળ તેણે લખ્યું, “જ્યાં સુધી ચંદીગઢમાં યોગ્ય વેન્યુ ન મળે ત્યાં સુધી ચંદીગઢમાં આગળ કોઈ શો પ્લાન કરશે નહીં. બસ એટલું જ.” દિલજિતની દિલ-ઇલુમિનાતિ ટુર સફળ રહી છે અને નોર્થ અમેરિકા, યુરોપ અને ભારત સહીત દરેક કોન્સર્ટમાં મોટી સંખ્યામાં તેના ફૅન્સે શોની મજા લીધી હતી.દિલજિતની આ ટુર ૨૭ એપ્રિલે વાનકુંવરથી શરૂ થઈ હતી, પછી કેનેડા, નોર્થ અમેરિકામાં એડમોન્ટોન, ડલાસ અને ટોરન્ટો શહેરમા ખુબ મોટી સંખ્યામાં ઓડિયન્સ આવ્યું હતું. જ્યારે યુરોપમાં દિલજિતે પેરિસ, એમસ્ટરડમ અને લંડનમાં પર્ફોર્મ કરનારો પહેલો સાઉથ એશિયન કલાકાર હતો.  જો ભારતની વાત કરવામાં આવે તો આ ટુરની શરૂઆત દિલ્હીથી ઓક્ટોબર ૨૬ના રોજ થઈ હતી. ત્યારબાદ હૈદરાબાદ, કોલકાત્તા, બેંગલુરુમાં તેના શો યોજાયા હતા. હવે ૧૯ ડિસેમ્બરે તેનો કોન્સર્ટ મુંબઈમાં યોજાશે અને આ ટુરનો છેલ્લો કોન્સર્ટ ૨૯ ડિસેમ્બરે ગોવોહાટીમાં યોજાશે. આ ટુર દરમિયાન દિલજિત ઘણા વિવાદોમાં પણ ફસાયો હતો.તાજેતરમાં જ ચંદીગઢમાં કોન્સર્ટ દરમિયાન પંજાબના અંગ્રેજી સ્પેલિંગમાં  યૂની જગ્યાએ એ અક્ષર લખતાં વિવાદ સર્જાયો હતો. કારણ કે કેટલાંક લોકોનું માનવું હતું કે તેણે લખેલો સ્પેલિંગ પાકિસ્તાનના પંજાબ માટેનો છે. સાથે જ તેણે આ સ્પેલિંગ સાથે ભારતના ઝંડાનું ઇમોજી ન રાખ્યું હોવાથી આ ચર્ચાઓ વધુ ઉગ્ર બની હતી. સાથે જ કોઈ કોન્સર્ટ માટે તેને સરકારી નોટીસ મળી તો કોઈ જગ્યાએ તેના દારૂબંધીના નિનેદનથી વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે તેણે ભારતમાં કોન્સર્ટ નહીં કરવાની જાહેરાત કરીને વધુ એક વિવાદ સર્જ્યો હતો અને તેમાં પલટી મારીને નવો વિવાદ સર્જ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *