સલમાનના શૂટિંગમાં શંકાસ્પદ યુવક ઘૂસ્યો: Lawrence Bishnoi ના નામે ક્રૂને ધમકી

Share:

Mumbai,તા.05

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. બુધવારે રાત્રે એક અજાણ્યો વ્યક્તિ પરવાનગી વગર મુંબઈના દાદરમાં તેની ફિલ્મના શૂટિંગ વિસ્તારમાં ઘૂસ્યો હતો. જ્યારે ક્રૂએ અટકાવ્યું તો તેણે સલમાન ખાનની સામે કહ્યું –  બિશ્નોઈને ફોન કરું?

આ પછી સલમાનની સુરક્ષાએ તેને પોલીસને સોંપી દીધો. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે મુંબઈનો રહેવાસી છે. શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આરોપીની પૂછપરછ માટે લઈ જવાયો છે. 

સલમાન ખાનને લોરેન્સ ગેંગ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. લોરેન્સ ગેંગે સલમાનના ઘરે પણ ફાયરિંગ કર્યું હતું. સલમાનના નજીકના અને મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *