Babra તા.૨૬
અમરેલી ના ચિતલ ખાતે નાડોદા પરિવાર દ્વારા પોતાના પરિવાર ના શતાયુ નિવૃત શિક્ષક છગનદાદા નું સન્માન અને પરિવાર ના સ્વ.સવિતાબેન ને શ્રધાંજલિ તથા ગ્રામ્ય આગેવાનો નું સન્માન સહિત આંખ ના દર્દી નારાયણ માટે નિશુલ્ક નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ અમરેલી જીલ્લા ના પનોતા પુત્ર સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા સહિત અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત ની ઉપસ્થીતી માં યોજવા માં આવેલ હતો
ચિતલ ખાતે છેલ્લા ૧૨ વર્ષથી દર માસ ની ૨૬ મી તારીખે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ ના ઉપકર્મે નિશુલ્ક નેત્ર નિદાન અને ઓપરેશન વ્યવસ્થા નું કાર્ય સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ચાલી રહ્યું છે આ કાર્ય ના ૧૧૪ માં નેત્ર નિદાન કેમ્પ ના દાતા તરીકે મનસુખભાઈ નાડોદા તથા નટુભાઈ નાડોદા ઉપસ્થિત રહી સ્વજન સન્માન અને સ્વજન શ્રધાંજલી સહિત દર્દી નારાયણ સેવા થકી શિવરાત્રી ઉજવણી કરી હતી
નિવૃત શતાયુ શિક્ષક છગનભાઈ નાડોદા વર્ષ ૧૯૨૫ માં જન્મી અને ૨૨ વર્ષ ની ઉમરે બાબરા તાલુકા ના કોટડાપીઠા ગામે સરકારી શાળા માં શિક્ષક તરીકે માત્ર આઠ રૂપિયા ના પગાર થી જોડાયા હતા અને ૩૭ વર્ષ ની પુર્ણ નોકરી નિવૃત્તિ સમયે આખર નો પગાર માત્ર રૂ.૮૦૦ હોવાની વાતો યાદ કરી અને આજે ૧૦૦ વર્ષ ના શતાયુ વર્ષે રાજ્ય સરકાર માંથી રૂપિયા ૪૩૦૦૦ જેટલું માતબર પેન્શન મેળવતા હોવાનો આનંદ પણ શતાયુ છગનદાદા નાડોદા દ્વારા વ્યક્ત થયો હતો પોતાની સો વર્ષ ની સફર તંદુરસ્ત હોવાની સાથે આજે પણ તેઓ વહેલી સવારે પગપાળા ચાલી પોતાની ખેતીવાડી કાર્યમાં ધ્યાન આપી પરિવાર ને પોતાનું યોગદાન આપી રહ્યા છે
નેત્ર યજ્ઞ આયોજન સમિતિ દ્વારા નિર્મિત ત્રિવિધ કાર્ય માં અધ્ય્ક્ષ તરીકે ઉપસ્થિત પુર્વ કેબીનેટ મંત્રી અને અમરેલી ના પનોતા પુત્ર સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા દ્વારા પોતાના મનનીય ઉદબોધન માં શતાયુ નિવૃત શિક્ષક છગનદાદા નાડોદા પરિવાર સહિત તેમના પુત્ર મનસુખભાઈ નાડોદા સાથે ના સબંધ સ્મરણો યાદ કરી શતાયુ ને જીવનપ્રયત ઈશ્વર તંદુરસ્તી પ્રદાન કરે અને પરિવાર ના સ્વ.સવિતાબેન નટુભાઈ નાડોદા શ્રધાંજલિ પાઠવી શિવરાત્રી ના દિવસે યોજેલા શતાયુ સન્માન સહિત ના કાર્ય ને બિરદાવી નેત્ર યજ્ઞ કાર્ય સમિતિ ને દર્દી નારાયણ ને સેવા માટે જરૂર પડે ત્યારે પોતે પણ સહયોગ આપવા તત્પર હોવા જણાવ્યું હતું
ચિતલ ખાતે નેત્રયજ્ઞ સમિતિ ના બીપીનભાઈ દવે દિનેશભાઈ મેશીયા ઇતેશ મહેતા સહિતે કાર્ય ની આછેરી ઝરમર આપતા જણાવ્યું હતું કે ૧૧૪ કેમ્પો માં આજુબાજુ ના ૫૧ જેટલા ગામો માં ૫૫૦૦ જેટલા દર્દી ઓ દ્વારા નિશુલ્ક કાર્ય નો લાભ લીધો છે
આ તકે ગ્રામ્ય આગેવાનો ચેમ્બર સહિત ઉપસ્થિતી માં ગ્રામજનો દ્વારા સેવાકીય પ્રવૃતિ કરનારા વિનય ગ્રુપ ના સભ્યો નું સન્માન યોજવા માં આવ્યું હતું સાથો સાથ ચિતલ ના વતની અર્જુનસિંહ સરવૈયા ને તલાટી કમ મંત્રી મહા મંડળ પ્રમુખ અમરેલી જીલ્લા તરીકે વરણી થતા શુભેચ્છા સન્માન તથા મહિલા સશક્તિ કરણ માટે કાર્યકરતા રંજનબેન બાબરિયા ચિતલ છાયાબેન ભરવાડ રાજકોટ નું શ્રીમતી વિલાસબેન મનસુખભાઈ નાડોદા દ્વારા સન્માન યોજવા માં આવ્યું હતું
કાર્યકર્મ માં ઉદ્ધાટક તરીકે ઉપસ્થિત અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા વિશેષ ઉપસ્થિત બી.જી.લીંબાસીયા નિવૃત પોલીસ ડી.વાય એસ.પી સહિત અતિથી વિશેષો અને દર્દી નારાયણો કાર્ય ના સાક્ષી રહી પોતાના વિચારો નું આદાન પ્રદાન આ તકે કરવા માં આવ્યું હતું