Melbourne, તા.30
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે મેલબોર્નમાં ઈમોશનલ સીન જોવા મળ્યો હતો. ટેસ્ટ સદી ફટકારનાર નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યલા રેડ્ડીએ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના ચરણ સ્પર્શ કર્યા હતા.
ગાવસ્કર સાથે રેડ્ડી પરિવારની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગાવસ્કરે ભાવનાત્મક રીતે નીતિશના પિતાને ગળે લગાવ્યા હતા. આ દરમિયાન નીતિશની માતા અને બહેન પણ ત્યાં હાજર હતા.
ગાવસ્કરે નીતીશના પિતાના સંઘર્ષની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય ક્રિકેટને તેમના બલિદાનથી હીરો મળ્યો છે. નીતિશે ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું.
નીતિશ કુમાર રેડ્ડીએ સદી ફટકાર્યા પછી, તેમનો પરિવાર સુનિલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજોને મળ્યો હતો. આ દરમિયાન ગાવસ્કરે કહ્યું કે, તેઓ નીતિશના પિતાના સંઘર્ષને જાણે છે.
ટેસ્ટમાં 10,000 રન બનાવનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું, ‘અમે જાણીએ છીએ કે તેમણે કેટલું બલિદાન આપ્યું છે. ઘણો સંઘર્ષ કર્યો છે. તમારા કારણે હું રડી રહ્યો છું. તમારા કારણે ભારતીય ક્રિકેટને હીરો મળ્યો છે.