Madhya Pradesh,તા.02
મધ્યપ્રદેશના દમોહથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યાં બે ડઝનથી વધુ શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટર ટ્રોલી પલટવાથી તેમાં સવાર 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બે ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હટા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમાંથી 6 ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને દમોહના જિલ્લા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ કેસની તપાસ કરી છે. છતરપુરના જટાશંકર ધામ જઈ રહેલા 2 ડઝનથી વધુ શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટર ટ્રોલી અનિયંત્રિત થઈને દમોહના ફતેહપુર ચોકીના ટેક નજીક ખંતીમાં પલટી ગયા. ઘટના રવિવાર મોડી રાતની છે. જેમાં બે મુસાફરોના ઘટના સ્થળ પર જ્યારે બે ની ગંભીર હાલત થતાં હટા હોસ્પિટલથી જિલ્લા હોસ્પિટલ લઈ જતાં સમયે મોત નીપજ્યા હતાં.
દુર્ઘટનામાં આ 4 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા
આ દુર્ઘટનામાં ઘટના સ્થળ પર જ 2 લોકોના મોત નીપજ્યા જ્યારે 2 ના હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયા હતા. ઘટનામાં જીવ ગુમાવનારમાં 10 વર્ષીય હેમેન્દ્ર, 45 વર્ષીય મહિલા છોટી બાઈ, 17 વર્ષીય લક્ષ્મણ અને 50 વર્ષીય મહિલા ગંજલી સામેલ છે. પોલીસે રાત્રે 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પહોંચાડ્યા હતા. હાલ પોસ્ટમોર્ટમ બાદ તમામ મૃતદેહ પરિજનોને સોંપી દેવાયા છે.