New Delhi, તા.1
આગામી દિવસોમાં દિલ્હીમાં જાહેર થનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે જ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જબરો આક્ષેપબાજી જંગ છેડાઇ ગયો છે અને ભાજપ દ્વારા કેજરીવાલને 10 પ્રશ્નો પૂછાયા બાદ હવે કેજરીવાલ આરએસએસ વડા મોહન ભાગવતને એક પત્ર લખીને શું તેઓ ભાજપ જે રીતે ખોટુ કરી રહ્યું છે તેને સમર્થન આપે છે?
તે પ્રશ્ન ઉઠાવ્યા છે. કેજરીવાલે જણાવ્યું કે, ભાજપના નેતાઓ દિલ્હીમાં ખુલ્લેઆમ નાણાં વહેંચી રહ્યા છે. શું આરએસએસ તેને ટેકો આપે છે? દિલ્હીમાં મોટાપાયે દલિતો અને પૂર્વાંચલના રહેવાસીઓના નામ મતદાર યાદીમાંથી કાપવામાં આવી રહ્યા છે.
શું સંઘ માને છે કે લોકતંત્ર માટે યોગ્ય છે. કેજરીવાલે એમ લખ્યું કે શું સંઘને લોકતંત્રની ચિંતા છે? આમ કહીને તેણે આ વિવાદમાં સંઘને પણ ઢસેડવાનો પ્રયત્ન કર્યો છે. અગાઉ પણ તેણે આરએસએસના વડાને પત્ર લખીને અનેક પ્રશ્નો પૂછ્યા હતા.