New Delhi,તા.16
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આગામી વિજય હજારે ટ્રોફી માટે બંગાળની 20 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શમીએ તાજેતરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ માટે તમામ નવ મેચ રમી હતી અને 7.85 ની ઇકોનોમી સાથે 11 વિકેટ લીધી હતી.
આ ટૂર્નામેન્ટ દરમિયાન તેનાં ઘૂંટણમાં સોજો આવી ગયો, જેનાં કારણે ટેસ્ટ ક્રિકેટ માટેની તેની તૈયારીમાં અવરોધ આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી માટે તે પોતાની ફિટનેસ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બંગાળનો મેચ 21 ડિસેમ્બરે હૈદરાબાદમાં દિલ્હી સામે છે. ખેલાડીઓ બુધવારે કોલકાતાથી હૈદરાબાદ જવા રવાનાં થશે.