વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ Pavagadh ના Mahakali temple માં ચોરીનો પ્રયાસ થયો

Share:

 Pavagadh,તા.28

દિવાળીના તહેવાર ટાણે વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. ચોરીનો પ્રયાસ થયો હોવાની આશંકાથી આજે વહેલી સવારથી મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પાવાગઢ પોલીસ કાફલો મંદિર પહોંચી ગયો હતો અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં માતાજીના શૃગારની ચોરી ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

મળતી માહિતી અનુસાર, યાત્રાધામ પાવાગઢના નિજ મંદિરના ગર્ભ ગૃહમાં માતાજીના દાગીના સહિતનો સામાન વેર-વિખેર પડેલો જોવા મળ્યો હતો. જેથી મંદિર પ્રશાસને ચોરીની આશંકા જતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફળો મંદિર પહોંચ્યો હતો અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે મંદિર બંધ રાખાવી શ્રદ્ધાળુઓનું ચેકિંગ કર્યું હતું. જો કે, પ્રાથમિક તપાસમાં કોઈ ચોરી થઈ નથી હોવાનું સામે આવ્યું હતું. છતાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આજે વહેલી સવારે નિત્યક્રમ મૂજબ પૂજારી મંદિરમાં ગયા બાદ ચોરીના પ્રસાયની જાણ થઈ હતી. પાવાગઢ મંદિરના ગર્ભ ગૃહમાં હવા ઉજાસ માટે મુકેલી વેન્ટીલેશનની જગ્યાએથી અંદર પ્રવેશી મધ્ય રાત્રિએ તસ્કરે ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે. ચોંકાવનારી વાત એ છે કે ઇતિહાસમાં પહેલીવાર પાવાગઢના મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો છે. ત્યારે મંદિર પરિસરમાં ચોર કેવી રીતે પહોંચ્યો હશે તેને લઈને પણ સવાલ ઊઠી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *