New Delhi,તા.18
આવકવેરા વિભાગે રવિવારે કરદાતાઓને ચેતવણી આપી હતી કે, વિદેશમાં સ્થિત સંપત્તિઓ અથવા આઈટીઆરમાં વિદેશમાં કમાયેલી આવકની જાહેરાત ન કરવા પર કાળા નાણાં વિરોધી કાયદા હેઠળ 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
આવકવેરા વિભાગે તાજેતરમાં અનુપાલન અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત શનિવારે એક જાહેર એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જે સુનિશ્ચિત કરવા માટે કે કરદાતાઓ આકારણી વર્ષ 2024-25 માટે તેમના ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)માં આવી માહિતી દાખલ કરે.
એડવાઇઝરી સ્પષ્ટ કરે છે કે, પાછલા વર્ષમાં ભારતના કર નિવાસી દ્વારા રાખવામાં આવેલી વિદેશી સંપત્તિઓમાં બેંક ખાતા, રોકડ મૂલ્યના વીમા કરાર અથવા વાર્ષિકી કરાર, કોઈપણ એન્ટિટી અથવા વ્યવસાયમાં નાણાકીય રસ, સ્થાવર મિલકત, કસ્ટોડિયલ એકાઉન્ટ, ઇક્વિટી અને ડેટ હિત, ટ્રસ્ટ, વગેરે.
જેમાં વ્યક્તિ જે ટ્રસ્ટી છે, પતાવટ કરનારનો લાભાર્થી, હસ્તાક્ષર કરનાર સત્તાવાળા ખાતાઓ, વિદેશમાં રાખેલી કોઈપણ મૂડી સંપત્તિ વગેરેનો સમાવેશ થાય છે.
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, આ ધોરણ હેઠળ આવતા કરદાતાઓએ તેમના ITRમાં વિદેશી સંપત્તિ (FA) અથવા વિદેશી સ્ત્રોત આવક (FSI) શેડ્યૂલ ફરજિયાતપણે ભરવાનું રહેશે, પછી ભલે તેમની આવક કરપાત્ર મર્યાદાથી ઓછી હોય અથવા મિલકત વિદેશમાં હસ્તગત કરી હોય.
એડવાઈઝરી મુજબ, ITRમાં વિદેશી સંપત્તિ/આવકની જાહેરાત ન કરવા પર બ્લેક મની (અનડિસ્ક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) અને ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, 2015 હેઠળ રૂ. 10 લાખનો દંડ થઈ શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ જણાવ્યું હતું કે, ઝુંબેશના ભાગ રૂપે તે નિવાસી કરદાતાઓને માહિતીપૂર્ણ જખજ અને ઇમેઇલ્સ મોકલશે જેમણે આકારણી વર્ષ 2024-25 માટે તેમના ITR ફાઇલ કર્યા છે.
આ સંદેશાવ્યવહાર એવી વ્યક્તિઓને મોકલવામાં આવશે જેમને દ્વિપક્ષીય અને બહુપક્ષીય કરારો હેઠળ મેળવેલી માહિતી દ્વારા ઓળખવામાં આવી છે જે સૂચવે છે કે આ વ્યક્તિઓ વિદેશી ખાતાઓ અથવા સંપત્તિઓ ધરાવે છે અથવા વિદેશી અધિકારક્ષેત્રોમાંથી આવક મેળવી છે. મોડું અને સુધારેલ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.