Brisbane,તા.16
ગઇકાલે જસપ્રીત બુમરાહની ઓવરમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાનો કેચ પકડીને રિષભ પંચે વિકેટકીપર તરીકે ટેસ્ટ-કરીઅરમાં 150મી વિકેટ નોંધાવી હતી. ત્યારબાદ તેણે ટ્રેવિસ હેડ અને પેટ કમિન્સને પણ કેચ-આઉટ કર્યા હતા. તે વિકેટકીપર તરીકે 1પ0 વિકેટનું યોગદાન આપનાર ત્રીજો ભારતીય વિકેટકીપર બન્યો છે. મહેન્દ્રસિંહ ધોનીના નામે રપ6 કેચ અને 38 સ્ટમ્પિંગ સાથે સૌથી વધુ 294 શિકાર છે. જયારે સૈયદ કિરમાણીએ 160 કેચ અને 38 સ્ટમ્પિંગની મદદથી 198 વિકેટનું યોગદાન આપ્યું છે. રિષભ પંતે 137 કેચ અને 15 સ્ટમ્પિંગની મદદથી 152 ટેસ્ટ-શિકાર કર્યા છે.