New Delhi,તા.16
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ ગઈકાલે જણાવ્યું હતું કે, સરકાર નેશનલ હાઈવે પર ખાનગી વાહનો માટે ટોલ સંગ્રહના બદલે માસિક અને વાર્ષિક પાસ શરૂ કરવા પર વિચારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કુલ વસુલીમાં ખાનગી વાહનોની ભાગીદારી માત્ર 26 ટકા છે, એટલે સરકારને કોઈ નુકસાન નહી થાય.
ગડકરીએ એક કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ટોલ કલેકશન બુથ ગામની બહાર સ્થાપિત કરવામાં આવશે. જેથી ગ્રામીણોના આવન-જાવનમાં વિધ્ન ન આવે. તેમણે જણાવ્યું હતું કે, ટોલ આવકનો 75 ટકા ભાગ વાણિજિયક વાહનોથી આવે છે.
નવી ટોલ સંગ્રહ સિસ્ટમ બહેતર
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે પર ફાસ્ટટેગની સાથે એક વધારાની સુવિધા તરીકે વિધ્ન વગરની ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ આધારિત ટોલ કલેકશન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, આ હાલની ટોલ કલેકશન સિસ્ટમથી બહેતર હશે.
ટોલ પર લાગનારો પ્રતીક્ષા સમય ઘટયો
નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનો માટે સરેરાશ પ્રતીક્ષા સમય આઠ મીનીટ હતો. નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન ફાસ્ટેગની શરૂઆતની સાથે વાહનોનો સરેરાશ પ્રતીક્ષા સમય થઈને 47 સેકન્ડ થઈ ગયો તેમ છતાં કેટલાક સ્થળો પર વ્યસ્ત સમય દરમિયાન ટોલ પ્લાઝા પર કેટલોક વિલંબ થાય છે.