New Delhi,તા.૧૮
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી વેપાર ખાધ અને આયાતને લઈને કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે વાજબી વેપારને બદલે સાંઠગાંઠવાળા વ્યવસાયોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર નબળું પડી રહ્યું છે અને ચલણનું અવમૂલ્યન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે વેપાર ખાધ રેકોર્ડ સ્તરે પહોંચે છે, ત્યારે વ્યાજદર વધે છે અને વપરાશ ઘટવાને કારણે ફુગાવો વધે છે.
રાહુલ ગાંધીએ વ્યાપાર ખાધ અને આયાતને સર્વકાલીન ઉચ્ચ સ્તરે રાખવાના મુદ્દે એક પોસ્ટને ટેગ કરતી વખતે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઠ પર લખ્યું કે જ્યારે સરકાર વાજબી વેપારને બદલે મૈત્રીપૂર્ણ વેપારને પ્રાથમિકતા આપશે ત્યારે શું થશે? તેનું પરિણામ નબળું ઉત્પાદન ક્ષેત્ર, નબળું પડતું ચલણ, વિક્રમી ઊંચી વેપાર ખાધ, ઊંચા વ્યાજદર, ઘટતો વપરાશ અને વધતો ફુગાવો હશે. વાજબી વેપારની અવગણનાને કારણે વેપાર ખાધ અને આયાત થઈ રહી છે.
ઓક્ટોબરમાં ડબલ ડિજિટમાં વધારો કર્યા બાદ દેશમાંથી માલની નિકાસ નવેમ્બર ૨૦૨૪માં વાર્ષિક ધોરણે ૪.૮૫ ટકા ઘટીને ઇં૩૨.૧૧ બિલિયન થઈ ગઈ છે. સોનાની આયાતમાં વિક્રમી ઉછાળાએ વેપાર ખાધને ૩૭.૮૪ બિલિયનની સર્વકાલીન ઉંચી સપાટીએ ધકેલી દીધી હતી, જે એક વર્ષ અગાઉની સરખામણીએ ૭૭.૫૬ ટકા વધી હતી.
વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, વનસ્પતિ તેલ, ખાતર અને ચાંદીની ઊંચી ખરીદીને કારણે ગયા મહિને આયાત વાર્ષિક ધોરણે ૨૭ ટકા વધીને ૬૯.૯૫ બિલિયનની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે. આ સમયગાળા દરમિયાન, અત્યાર સુધીની સૌથી વધુ સોનાની આયાત ઇં૧૪.૮ બિલિયન હતી, જે વાર્ષિક ધોરણે ૩૩૧ ટકા વધુ છે. નવેમ્બર ૨૦૨૩માં ઇં૩.૫ બિલિયનનું સોનું ખરીદવામાં આવ્યું હતું.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બર દરમિયાન દેશની નિકાસ ૨.૧૭ ટકા વધીને ૨૮૪.૩૧ અબજ ડોલરે પહોંચી છે. આયાત ૮.૩૫ ટકા વધીને ૪૮૬.૭૩ બિલિયન થઈ છે. આ સમયગાળા દરમિયાન વેપાર ખાધ વધીને ૨૦૨.૪૨ બિલિયન થઈ, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૧૭૦.૯૮ બિલિયન હતી.