વાંસના વાસણો પર microwave માં ખોરાક રાંધી શકાશે

Share:

Kanpur,તા.02

હવે માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરવા માટે વાંસના વાસણનો ઉપયોગ કરવામાં આવશે.  તેને ડીશ વોશરમાં પણ ધોઈ શકાય છે. તેને કાનપુર આઇઆઇટીના સ્ટાર્ટઅપ સિંગ ગ્રાસ દ્વારા બનાવવામાં આવ્યું છે.

રસોઈમાં કપ અને પ્લેટ સહિત રસોડામાં ઉપયોગમાં લેવાતાં તમામ વાસણોને વાંસના બનાવ્યાં છે. આ ટેક્નોલોજીની પેટન્ટ પ્રકાશિત થઈ ગઈ છે, તેને ટૂંક સમયમાં ભારત સરકાર પાસેથી પેટન્ટ મળવાની આશા છે. વાંસમાંથી બનેલી ક્રોકરી પ્લાસ્ટિક અને સિરામિકનો વિકલ્પ બની રહી છે, જે પૃથ્વી અને પર્યાવરણનાં હિતમાં છે.

તમામ ઈ-કોમર્સ વેબસાઈટ પર ઉપલબ્ધ 
આ ક્રોકરી સ્ટાર્ટઅપ વેબસાઇટ્સ સહિત તમામ ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.  આઇઆઇટી કાનપુરના સ્ટાર્ટઅપ પેસિંગ ગ્રાસના સ્થાપક સંતોષ કુમારે જણાવ્યું કે આ માટે ખાસ સામગ્રી તૈયાર કરવામાં આવી છે.

આ સામગ્રી વાંસ ઉપરાંત ચોખાની ભૂકી અને અન્ય કૃષિ કચરામાંથી બનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે આ ક્રોકરી બનાવવામાં કોઈ કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન ઉત્સર્જિત થતો નથી.

સિરામિક કરતાં હલ્કા વજનનાં 
પર્યાવરણને બચાવવા માટે વાંસની મદદથી ખાસ ટકાઉ સામગ્રી તૈયાર કરવા પર સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. જેથી સિરામિક જેવી ધાતુઓનો ઉપયોગ ઓછો થાય. તેમાંથી બનાવેલી ક્રોકરીઓ સિરામિક કરતાં હળવા વજનની હોય છે અને ભારે તાપમાનનો સામનો પણ કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *