રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં 8.87 અબજ ડોલરનું રેકોર્ડબ્રેક સંસ્થાકીય Investment

Share:

New Delhi,તા.19
પ્રોપર્ટી ક્ન્સલ્ટન્ટ જેએલએલ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર કેલેન્ડર વર્ષ 2024માં રિયલ એસ્ટેટમાં ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટમેન્ટ 51 ટકા વધીને 8.87 અબજ ડોલર થયું હતું. મકાન, ઓફિસ અને વેરહાઉસીંગ પ્રોપટીની ભારે માંગ જોવા મળી હતી જેને કારણે સંસ્થાગત રોકાણ વધ્યું હતું.

જેએલએલ ઈન્ડિયાએ જાહેર કરેલા તેના રિપોર્ટ મુજબ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રિયલ્ટીમાં સંસ્થાગત રોકાણ 8.87 અબજ ડોલર થયું હતું. જે કેલેન્ડર વર્ષ 2023માં 5.87 અબજ ડોલર હતું.

દેશમાં રિયલ એસ્ટેટમાં કુલ સસ્થાગત રોકાણ પૈકી 63 ટકા રોકાણ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા કરાયું છે. રેસીડેન્સીયલ સેગમેન્ટમાં 45 ટકા રોકાણ થયું છે. બીજા ક્રમે ઓફિસ બિલ્ડીંગ્સમાં 28 ટકા અને ત્યારપછીના ક્રમે વેરહાઉસીંગ પ્રોપર્ટીમાં 23 ટકા રોકાણ થયું છે.

રિયલ્ટીમાં રેસીડેન્સીયલ સેગમેન્ટમાં આર્ક્ષણ વધી રહ્યું છે અને તેમાં વધુ પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે. ઓફિસ સ્પેસમાં રોકાણ 2023ની સરખામણીમાં ચાલુ વર્ષે 17 ટકા ઘટયું છે.

કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે રિયલ્ટીમાં સંસ્થાગત રોકાણકારો દ્વારા કુલ 78 ડીલ થયા હતા જેનું મૂલ્ય 8.9 અબજ ડોલર થાય છે, જે રેકોર્ડ છે. અગાઉ 2007માં 8.5 અબજ ડોલરના ડીલ થયા હતા. ડીલની સંખ્યા ગત વર્ષની સરખામણીમાં 47 ટકા વધી હતી.

મજબૂત ગ્રોથ, રાજકીય સ્થિરતા અને રોકાણની વ્યાપક તકને કારણે વૈશ્વિક રોકાણકારોમાં ભારત પસંદગીનું રોકાણ કેન્દ્ર બની ગયું હતું. સ્થાનિક ડોમિસાઈલ્ડ ઈન્વેસ્ટર્સ તરફથી પણ રિયલ્ટીમાં રોકાણ વધ્યું છે. કુલ રોકાણમાં તેમનો હિસ્સો 37 ટકા થઈ ગયો છે, 2019-22 દરમિયાન સરેરાશ 19 ટકા હતો.

દેશમાં રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની પ્રવૃતિ તાજેતરના સમયમાં નોંધપાત્ર વધી છે. 2024માં તેમનું રોકાણ 80 કરોડ ડોલર નજીક પહોંચ્યું છે. જે 2023 કરતાં ત્રણ ગણાથી પણ વધારે છે.

રિપોર્ટ અનુસાર કવોલિફાઈડ ઈન્સ્ટીટયુશનલ પ્લેસમેન્ટ (કયુઆઈપી) મારફતે મૂડી એકત્ર કરવાનું પ્રમાણ નોંધપાત્ર વધશે કારણ કે નવી લિસ્ટેડ કંપનીઓનું પ્રમાણ વધતું જશે અને તેમની ફંડની જરૂરિયાત પણ વધતી જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *