રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા દિને દેશને ‘સાચી સ્વતંત્રતા’ મળી : Mohan Bhagwat

Share:

New Delhi,તા.15
સતત વિવાદી અને ચર્ચા ભર્યા વિધાનો કરવા માટે જાણીતા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના વડા મોહન ભાગવતે અયોધ્યામાં રામમંદિર નિર્માણને ભારતની ‘સાચી સ્વતંત્રતા’ ગણાવીને કહ્યું કે દિવસને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ તરીકે ઉજવવો જોઈએ. કારણ કે સદીઓથી વિદેશી આક્રમણો (મહાચક્રો)નો સામનો કરનાર ભારતમાં 22 જાન્યુ 2024ના ‘સાચી સ્વતંત્રતા’ તે દિવસે સ્થાપીત થઈ હતી.

તેઓએ ઈન્દોરમાં એક કાર્યક્રમમાં સંબોધન સમયે આમ કહ્યું હતું અને કહ્યું કે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા એ દેશના સાર્વભૌમત્વ જે આપણને વિદેશી આક્રમણ બાદ પ્રાપ્ત થયુ છે તેનું પણ પ્રતિક છે. તા.20 જાન્યુ. 2024ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમના હસ્તે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ હતી જેમાં ભાગવત પણ હાજર હતા.

આ વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ આ દિવસ 11 જાન્યુઆરી 2025ના રોજ મનાવાયો છે. શ્રી ભાગવતે કહ્યું કે મંદિર ચળવળ એ કોઈ વિરુદ્ધ ન હતી પણ તે સ્વ ભારતના જાગરણ માટે હતી અને તે સ્વતંત્ર રીતે ઉભો રહીને વિશ્વને માર્ગદર્શન આપે તે માટે હતી.

તેઓએ અહી રાષ્ટ્રીય દેવી અહલ્યા એવોર્ડ પણ આપ્યા હતા. જેમાં મંદિર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર હસ્તીઓ પણ સામેલ હતા. ભાગવતે રામમંદિરને દેશનું ગૌરવ ગણાવ્યું હતું. શ્રી ભાગવતે મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં જે રીતે દેશમાં એકતા અને એકલાસતાનું દર્શન થયું તે દેશના સાંસ્કૃતિક પુનરોથ્થાનુ પ્રતિક ગણાવ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *