Morbi,તા.03
મોરબી તાલુકામાં આવેલ વિવિધ કારખાનામાં પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી સંબંધિત પોલીસ મથકમાં જાણ ના કરી જાહેરનામાંનો ભંગ કરવામાં આવ્યો હોવાથી તાલુકા પોલીસે પાંચ વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસે પીપળી ગામની સીમા આવેલ સીમ પ્રો સ્ટોન કારખાનામાં શ્રમિકો કામે રાખનાર કોન્ટ્રાકટર મહિન્દ્રા મલસિંગ ચારેલ, રાજપર ગામની સીમમાં કૈલાશ ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકો કામે રાખનાર પ્રવીણભાઈ ગોવિંદભાઈ સનીયારા, જુના જાંબુડિયા ગામની સીમમાં મોજકા ગ્લાસકોર્ડ કારખાનામાં શ્રમિકો કામે રાખનાર સંદીપ લક્ષ્મણભાઈ અઘારા, બેલા ગામની સીમમાં કેપ્ટીવા સિરામિક સામે એ આર કે ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકો કામે રાખનાર સાવન રાજેન્દ્રભાઈ પરમાર અને પીપળી ગામની સીમમ નિરવાના બાથવેર ફેકટરીમાં શ્રમિકો કામે રાખનાર ઇન્સાફઅલી ઈર્શાદઅલી ચૌધરી વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી છે જે આરોપીઓએ પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી સંબંધિત શ્રમિકોની માહિતી એપ્લીકેશનમાં સબમિટ કરી ના હતી તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરી ના હોવાથી જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે