મોડેથી લગ્ન પણ cancer માટે કારણ બની શકે છે : અહેવાલ

Share:

આધુનિક સમયમાં મહિલાઓ કેરિયરને વધુ મહત્વ આપવાના હેતુથી મોડેથી લગ્ન કરે છે પરંતુ મોડેથી લગ્ન કરવાના ફેસલાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. મોડેથી લગ્ન કરવાની બાબત પણ કેન્સરને આમંત્રણ આપી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આધુનિક સમયમાં યુવતીઓ શિક્ષણની સાથે સાથે પોતાના કેરિયરને લઈને વધારે સાવધાન રહે છે. આ જ કારણસર મોટીવયમાં લગ્ન કરનાર યુવતીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જાણીતા કેન્સર નિષ્ણાંત અને એશિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ચેરમેન એન કે પાંડેનું કહેવું છે કે મોડેથી લગ્ન થવાના કારણે સ્તન કેન્સર થવાનો ખતરો વધી જાય છે. હાર્મોન્સના બિનસંતુલનના કારણે મોડેથી સ્તનપાનના લીધે પણ આવું બની શકે છે. પાંડેના જણાવ્યા મુજબ ખાનગી અનુભવમાં જાણવા મળ્યું છે કે તાજેતરના વર્ષોમાં મોડેથી લગ્ન કરનાર મહિલાઓમાં કેન્સરના કેસો વધી રહ્યા છે. પાંડે અને અન્ય કેન્સર નિષ્ણાંતોનું પણ કહેવું છે કે સરકારને કેન્સર ઉપર અંકુશ મેળવવા માટે પગલાં લેવા જોઈએ. જો તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે નહીં તો આ રોગ ભારતમાં ચિંતાજનક રીતે વધી જશે. તેમનું કહેવું છે કે આ મામલાઓમાં હજુ સુધી નક્કી કરવામાં આવેલી વ્યવસ્થા અધૂરી છે.

ભારતમાં કેન્સરથી વર્ષમાં પાંચ લાખના મોત થાય છે

તમાકુ અને શરાબના વધતાં ઉપયોગની સાથે સાથે લાઈફ સ્ટાઈલમાં આવી રહેલા ફેરફારના કારણે ભારતમાં કેન્સરના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે.  નિષ્ણાંતોનું કહેવું છે કે તમાકુના ઉપયોગને રોકવા માટે તમામ પ્રયાસો છતાં દેશમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. ઘણી જગ્યાઓએ હુક્કા પાર્લર ચાલી રહ્યા છે. દેશમાં દર વર્ષે કેન્સરના કારણે આશરે ૧૦ લાખ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. અઆમાથી ૩૦ ટકા લોકોની વય ૩૦ વર્ષ કરતા પણ ઓછી છે. કેન્સરના કારણે ભારતમાં દર વર્ષે આશરે પાંચ લાખ લોકોના મોત થાય છે. આના ૭૦થી ૮૦ કેસ અંગે માહિતી એવા સમયે મળે છે જ્યારે કેન્સર રોગ ત્રીજા અથવા ચોથા તબક્કામાં પહોંચી જાય છે અને તેની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલરૂપ બની જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *