સદીઓથી કાળો રંગ અપશુકનની નિશાની ગણાય છે. શુભ પ્રસંગે લોકો કાળા રંગના વસ્ત્રો ખરીદવાથી દૂર રહે છે. પરીકથાઓના જમાનાથી શુભ્ર રંગને પવિત્ર માનવામાં આવે છે. જ્યારે કાળા રંગને વેમ્પના વસ્ત્રો સાથે સાંકળવામાં આવે છે. પરંતુ એકવીસમી સદીમાં કાળો રંગ ફેશનજગતનો માનીતો રંગ બની ગયો છે. તેમજ માનુનીઓ કાળા રંગ પ્રત્યે વધુ આકર્ષાઈ છે. આ રંગના સારી રીતે સીવાયેલા પોશાકની ખાસિયત એ છે કે આ પોશાક પહેરી તમે ઓફિસમાંથી સીધા પાર્ટીમાં જઈ શકો છો.
તમને જાણીને નવાઈ લાગશે કે એકાદ સદી પૂર્વે કાળા રંગનો ડ્રેસ દુકાનોમાં કામ કરતી યુવતીઓનો યુુનિફોર્મ હતો. કાળા રંગનો ડ્રેસ પહેરી પાર્ટીમાં જવાની તો ઠીક પરંતુ ઘરની બહાર નીકળવાની કોઈની હિંમત હતી નહીં. કાળો રંગ શરીર પર જામેલા મેદના થરને છુપાવે છે તેમ જ ગૌરવર્ણની કાયાને ઓર નિખારે છે.
પ્રખ્યાત ડિઝાઈનરોનો મત જાણીએ તો આ રંગ ડિઝાઈનરોને વધુ મોકળાશ આપે છે. તેમ જ સ્ટાઈલ માટે પણ આ રંગ વધુ વૈવિધ્ય પૂરું પાડે છે. કાળા રંગના પરિધાનમાં એક પ્રકારનું રહસ્ય છે. ઈવનિંગ વેર તરીકે કાળો રંગ ખૂબ જ લોકપ્રિય છે. નવાઈની વાત તો એ છે કે કાળા વસ્ત્રોમાં શોેભતી સ્ટાઈલ અન્ય રંગોમાં નિખરી ઉઠતી નથી. તેમ જ આ રંગ દરેક પ્રકારના ફીગર પર દીપે છે.
કેટલાકના મત અનુસાર આ રંગ નકારાત્મક આભા ઉત્પન્ન કરે છે. પરંતુ ફેશન પરસ્તોને આ વાતની કોઈ પરવા નથી. આ વાત જાણી કાળા રંગ પ્રત્યેના તેમના અનુરાગમાં કોઈ ફરક પડયો નથી. મનીષ મલ્હોત્રા જેવા પ્રખ્યાત ડિઝાઈનર પોતાના અસીલોનેે આ રંગના પહેરવાની સલાહ તો આપે જ છે પરંતુ તેમને પોતાને પણ આ રંગના વસ્ત્રો પ્રત્યે કૂણી લાગણી છે. તેમણે ડિઝાઈન કરેલા વસ્ત્રોમાં આ વાત છતી થયા વગર રહેતી નથી. શ્યામ રંગના વસ્ત્રોમાં સ્ત્રીઓના સૌંદર્યને ચાર ચાંદ લાગી જાય છે એવો તેમનો અભિપ્રાય છે. તેમનું તો માનવું છે કે કાળો રંગ પુરુષોને પણ ખૂબ જ શોેભે છે.
લીસા રે જેવી નામી મોડેલનું માનવું છે કે કાળા રંગના વસ્ત્રો સુંદર તો છે પરંતુ તેનોે અતિરેક થાય છે. આજકાલ પાર્ટીઓમાં મોટા ભાગની સ્ત્રીઓ શ્યામ રંગના વસ્ત્રો પહેરી આવે છે. આ રંગ સાથે નવા નવા અખતરા કરતા લોકો ડરે છે. માત્ર ગળાની ડિઝાઈન કે ડ્રેસની લંબાઈમાં થોડો ઘણો ફરક જોવા મળે છે.
ફ્લુર ઝેવિયર્સ નામની મોડેલને પણ કાળા રંગનો ડ્રેસ પસંદ છે. તે માને છે કે આ રંગ વિશ્વાસ રાખવા લાયક છે. જ્યારે અન્ય રંગના મનપસંદ વસ્ત્રો મળતા નથી ત્યારે કાળા રંગના વસ્ત્રો તારણહાર સમા સાબિત થાય છે. કાળો રંગ આજકાલથી જ નહીં પરંતુ વર્ષોથી લોકોેનો મનપસંદ રંગ છે. ફેશન બદલાતી રહે છે પરંતુ કાળા રંગના વસ્ત્રોની ફેશન ક્યારે પણ જૂની થતી નથી.
રક્ષંદા ખાન પણ ફ્લુરની વાત સાથે સહમત થતા કહે છે કે બ્લેક રંગની ફેશન કદી જૂની થતી જ નથી તેમ જ દરેક મોસમમાં આ રંગના વસ્ત્રો પહેરી શકાય છે. આ રંગના વસ્ત્રો સાથે યોેગ્ય એસેસરીઝ પસંદ કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રસંગે કાળા રંગના વસ્ત્રો પહેરી શકાય છે.
નીના મેન્યુઅલ નામની મોડેલને ગુલાબી, લાલ અને જાંબુડી રંગના વસ્ત્રો પ્રત્યે ખાસ લગાવ હોવા છતાં પણ તેનો વોર્ડરોબમાં કાળા રંગનો એક મોંઘો ડ્રેસ છે ખરો.
એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઘૂમતી શ્રીમંત મહિલાઓ તો ઠીક પરંતુ સામાન્ય વર્ગની નારીઓના હૃદયમાં પણ કાળા રંગ પ્રત્યે એક સુંવાળી લાગણી છે. મધ્યમ વર્ગની રમણીઓમાં ‘શોપિંગ હેવન’ ગણાતી ફેશન સ્ટ્રીટમાં પણ કાળા રંગના વસ્ત્રોની સંખ્યા વધુ પ્રમાણમાં હોેય તોે નવાઈ નહીં. કાળા રંગમાં મહાલતી નારીને જોઈ કવિ હૃદય પણ ખુશીમાં ઝૂમી ઊઠે છે અને ગાઈ બેસે છે ‘ગોરે બદન પે કાલા આંચલ ઓર રંગ લે આયા કુરબાન જાઉં