મુખ્યમંત્રીના વખાણ ભાજપની નજીક આવવાના પ્રયાસ તરીકે ન જોવું જોઈએ,Sanjay Raut

Share:

Maharashtra,તા.૪

સામનામાં દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કહ્યું કે મહારાષ્ટ્રના સીએમના વખાણ કરવાનો મતલબ એ નથી કે ભાજપ પ્રત્યે અમારી હૂંફ છે. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે મુખ્યમંત્રીના વખાણને અમારી રણનીતિમાં કોઈ ફેરફાર કે ભાજપની નજીક આવવાના પ્રયાસ તરીકે ન જોવું જોઈએ.

રાઉતે કહ્યું કે આવી અટકળોમાં કોઈ સત્ય નથી યુબીટી હંમેશાથી મોટા દિલની પાર્ટી રહી છે. અમે હંમેશા સત્ય કહ્યું છે. અમે અમારા હરીફોના સારા કામની પણ પ્રશંસા કરી છે. રાઉતે કહ્યું કે અમે શિંદે અને તેમની પાર્ટીની ટીકા પણ કરી છે. તેમના અઢી વર્ષના કાર્યકાળમાં તેમણે કંઈ કર્યું નથી. જો તેમણે મહારાષ્ટ્ર માટે કંઈ સારું કર્યું હોત તો અમે તેમની પ્રશંસા કરી હોત.

સંજય રાઉતે કહ્યું કે જો ફડણવીસ ગઢચિરોલી જેવા નક્સલ પ્રભાવિત જિલ્લાને ’સ્ટીલ સિટી’ બનાવવા માગે છે અને વિકાસ પ્રોજેક્ટ્‌સ લાગુ કરીને માઓવાદીઓને ખતમ કરવાનો પ્રયાસ કરે છે, તો શિવસેના તેનું દિલથી સ્વાગત કરશે. અમે દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી છે કારણ કે સરકારે સારું કામ કર્યું છે.

રાઉતે કહ્યું કે જો કોઈ સરકાર તમારી વિચારધારા સાથે જોડાયેલી નથી, પરંતુ તેણે કેટલાક સારા પગલા લીધા છે તો તે પ્રશંસાને પાત્ર છે. મહારાષ્ટ્ર આપણું રાજ્ય છે અને ગઢચિરોલી જેવું સ્થળ નક્સલવાદથી પ્રભાવિત છે. દેવેન્દ્ર ફડણવીસ ત્યાં સ્ટીલ સિટી બનાવવા માંગે છે, જેનાથી મહારાષ્ટ્રની પ્રતિષ્ઠા વધે. લોકોને રોજગારી મળે તો તેને આવકારવી જોઈએ.

વાસ્તવમાં બુધવારે ૧૧ નક્સલવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ પછી સામના અખબારમાં ફડણવીસની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સામનામાં ફડણવીસની મહેનત અને ગ્રાઉન્ડ વર્કની માત્ર પ્રશંસા કરવામાં આવી નથી પરંતુ તેમને ’ગઢચિરોલીના મસીહા’ પણ કહેવામાં આવ્યા હતા. આ સાથે પૂર્વ સીએમ અને વર્તમાન ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને પણ ખેંચવામાં આવ્યા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *