New Delhiતા.08
દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને ખાસ કરીને અકસ્માત બાદ ઝડપી યોગ્ય સારવાર નહી મળતા વધુ ઈજાગ્રસ્તો મૃત્યુ પામે છે અને સરકાર માર્ગની હાલતો સુધારવા અને જે રીતે અકસ્માત થાય છે તે પેટર્ન જાણીને તેની સંખ્યા ઘટે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે પણ હવે કેન્દ્ર સરકાર એ માર્ગ અકસ્માતમાં ઘાયલને ઝડપી અને કોઈ ખર્ચની ચિંતા વગર સારવાર મળી રહે તે નિશ્ચિત કરવા પ્રયાસ કર્યા છે.
કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી માર્ગ અકસ્માતમાં રૂા.1.50 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે:Nitin Gadkariએ ગઈકાલે આ અંગે માહિતી આપતા કહ્યું કે કોઈપણ માર્ગ પર વાહનના કારણે જે અકસ્માત થાય તો દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિને રૂા.1.50 લાખ સુધીની સારવાર કેશલેસ મળશે એટલે કે જે તે વ્યક્તિએ નાણા ચૂકવવાની જરૂર રહેશે નહી.
આ ઉપરાંત હીટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામનાર વ્યક્તિના કુટુંબના સૌથી નજીકના વ્યક્તિને રૂા.2 લાખની સહાય સરકાર કરશે. આ યોજના તબકકાવાર પુરા દેશમાં લાગુ થશે અને તેની જવાબદારી નેશનલ હેલ્થ ઓથોરિટીને આપવામાં આવી છે. સંસદના બજેટ સત્રમાં આ એક વાહન વ્યવહાર અંગેના કાનૂનમાં સુધારા કરાશે અને તા.14 માર્ચ 2024ના જે યોજના શરૂ કરી હતી તે મુજબ છ રાજયોમાં તે લાગુ થઈ છે.
માર્ચ 2025થી તે પુરા દેશમાં લાગુ થશે. તેઓએ કહ્યું કે, 42મી ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ પરિષદમાં માર્ગ સુરક્ષાને પ્રાથમીકતા આપવા માટે વ્યાપક વિચારણા થઈ હતી જેમાં નિર્ણય થવા મુજબ ઓટો કંપનીઓ જે બસ-ટ્રક સહિતના ભારે વાહનો બનાવે છે તેવા સુરક્ષાના ત્રણ માપદંડ નિશ્ચિત કરવા જરૂરી બનશે.
જેમાં ઈલેકટ્રોનિક સ્ટેબીલીટી કંટ્રોલ અને ઓટોમેટીક ઈમરજન્સી બ્રેક સિસ્ટમ જે બે વાહનોની ટકકરને રોકી શકે છે તો ઈલેકટ્રોનીક ડ્રાઉમીનેસ સિસ્ટમ ડ્રાઈવરને ઝોકુ આવે કે તે બેધ્યાન થઈ જાય તો તુર્તજ ઓડિયો મેસેજથી એલર્ટ કરશે.
આ ઉપરાંત ડ્રાઈવીંગ ટ્રેનીંગ સેન્ટર પોલીસી પણ આવશે. 2024માં ભારતમાં માર્ગ અકસ્માતમાં 1.80 લાખ લોકોના મૃત્યુ થયા હતા જેમાં 35000 પાસે ડ્રાઈવીંગ લાયસન્સ જ ન હતું તેની હવે ડ્રાઈવીંગ શિક્ષણ પર પણ ભાર મુકાશે અને તેઓ ડ્રાઈવીંગ પોલીસી આવશે. દેશભરમાં આ પ્રકારે 1500 ડ્રાઈવીંગ સેન્ટર અને ફીટનેસ સેન્ટર ખુલશે અને તે માટે રૂા.4500 કરોડના રોકાણની તૈયારી છે અને 25 લાખ તાલીમબદ્ધ ડ્રાઈવરો તૈયાર કરાશે.
જેનાથી રોજગારી વધશે. ભારતમાં 22 લાખ ડ્રાઈવરોની તંગી છે તેથી આ યોજનાને સમસ્યા હલ કરવામાં પણ મદદ કરશે અને 15 લાખ લોકોને રોજગારી મળશે. દરેક જીલ્લામાં આ પ્રકારે ઓટોમેટનું સેન્ટર બનશે. આ ઉપરાંત હવે વિમાની પાઈલોટની જેમ ડ્રાઈવર માટે પણ એક ધારા કામના કલાકો નિશ્ચિત થશે.
કોઈપણ ડ્રાઈવરને 8 કલાકથી વધુ એક જ સાથે ડ્રાઈવીંગ કરી શકાશે નહી અને રેસ્ટ નિશ્ચિત કરવો પડશે અને તે નિશ્ચિત કરવા માટે ડ્રાઈવરના એક ખાસ કાર્ડ અપાશે જે તેના આધાર સાથે જોડાશે. આ કાર્ડ સ્વેપ કરે તો જ વાહન સ્ટાર્ટ થશે અને આઠ કલાક પછી તે બીજા ડ્રાઈવરના કાર્ડને સ્વીકારશે.