મારે મેદાનમાં ઉતરવું ન પડે તેનું ધ્યાન રાખજો : વિરોધીઓને Radadiyaની ચીમકી

Share:

Rajkot, તા. 2
ખોડલધામના સમર્થક પીઆઇ પાદરીયા દ્વારા સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો કરવામાં આવ્યા બાદ પાટીદાર સમાજની બે સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ વકરી રહ્યો છે.

આ મામલે દરરોજ કઈને કઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. અગાઉ ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ પાટીદાર સમાજને બદનામ કરવા માટે જયંતિ સરધારાને સોપારી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરીને સનસનાટી મચાવી દીધી હતી. હવે ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અગ્રણી જયેશ રાદડીયાએ ચીમકી ઉચ્ચારી છે.

જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામે વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ તેમજ લેઉઆ પટેલ સમાજના ભવનનું ખાતમુહર્ત તેમજ નવનિર્મિત આંગણવાડીના લોકાર્પણનો પ્રસંગ યોજાયો હતો. જેમાં જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને મારે મેદાનમાં ઉતરવું ના પડે તેનું ધ્યાન રાખજો તેવું જણાવી જડબાતોડ જવાબ આપ્યો હતો.

સરદાર ધામ અને ખોડલધામ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને જયેશ રાદડિયાએ જણાવ્યું કે, અમુક લોકો સેવાના કામ કરે છે, તેમને કરવા નથી દેવામાં આવતા. જે કામ કરતાં હોય તેમની ભૂલ સમાજે સ્વીકારી લેવી જોઈએ. બેઠા-બેઠા વોટ્સએપમાં મેસેજ પોસ્ટ કરવાથી કઈ નહીં થાય. આવા લોકો સમાજમાં ખોટી નડતરરૂપ મુશ્કેલીઓ ઉભી કરે છે. જો તેઓ કઈ સારુ ના કરી શકે, તો કઈ નહીં પરંતુ લોકોને નડવાનું બંધ કરી દે.

વધુમાં તેમણે ચીમકીના સ્વરમાં જણાવ્યું કે, સારા કામ કરવાના પ્રયત્નોમાં અવરોધના હાડકાં નાંખવાનું બંધ કરી દેજો. મારે હીસાબ કરવા માટે મેદાનમાં ના ઉતરવું પડે તેનું ધ્યાન રાખજો. જો મને હેરાન કરવાનું નક્કી કરી લીધુ છે, તો હું પણ રાજકીય માણસ છું, સામે વાર કરતા મને પણ આવડે જ છે. 
નળીયા ગણવાવાળાઓને ચેતવણી આપી સમાજની વાતમાં હું વચ્ચે આવવા માંગતો નથી તેમ અંતમાં ધારાસભ્ય જયેશ રાદડીયાએ જણાવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *