Mumbai,તા.15
દેશભરમાં ગઈકાલે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી થઈ હતી. બોલીવુડ સ્ટાર્સે પણ આ તહેવારની મજા માણી હતી. અક્ષયકુમારે પણ ફિલ્મના સેટ પર મકરસંક્રાંતિ ઉજવણી કરી હતી અને ઈન્ટાગ્રામ પર તે પરેશ રાવલ સાથે પતંગ ઉડાડતો હોય એવો વિડીયો શેર કર્યો હતો.
અક્ષયરે વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે ‘મિત્ર પરેશ રાવલ સાથે ફિલ્મ ‘ભૂત બંગલા’ના સેટ પર મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી રહ્યો છું. આ સાથે હર્ષ અને ઉલ્લાસના તહેવાર પોંગલ, ઉતરાયણ અને બિહુ માટે શુભેચ્છા પાઠવી રહ્યો છું.’
ડિરેકટર પ્રિયદર્શનનો ‘ભૂત બંગલા’માં અક્ષયકુમાર અને પરેશ રાવલ કામ કરી જ રહ્યા છે, પણ હાલમાં આ ફિલ્મમાં તબુની પણ એન્ટ્રી થઈ છે. તબુએ શનિવારે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની કલેપ શેર કરીને આ વાતની માહિતી આપી હતી. આ ફિલ્મના અક્ષયકુમાર, પરેશ રાવલ અને તબુનું કોમ્બીનેશન જોઈને બધાને ફિલ્મ ‘હેરાફેરી’ ની યાદ આવી ગઈ છે. એ ફિલ્મ પણ પ્રિયદર્શને જ ડિરેકટ કરી હતી.