મંદિર ગ્રાઉન્ડ માં રંગેબેરંગી પતંગો થી અનોખુ દૃશ્યસર્જાશે
Somnath,તા.13
ભાલકા મંદિર શ્રી કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યામાં ગ્રાઉન્ડ માં તા.૧૪ ને મંગળવાર ના ભવ્યપતંગ મહોત્સવ નું આયોજન કરાયેલ છે મંદિર ગ્રાઉન્ડ માં રંગેબેરંગી પતંગો ઉડશે તેથી આકાશ માં અનોખું દૃશ્ય સર્જાશે. આ પતંગ મહોત્સવ માં વિના મુલ્યે પતંગ,દોરો, લાડુ સહિત અનેક વસ્તુઓ પ્રસાદી રૂપે આ૫વામાં આવશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી તા.૧૪ મંગળવાર ના રોજ સવારે ભવ્ય રીતે ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ ના દીપક કકકડે જણાવેલ હતું ભાલકા મંદિર શ્ર કૃષ્ણ ભગવાન ના સાંનિઘ્યામાં પતંગ મહોત્સવ નું આયોજન કરાઈ રહેલ છે થાય છે જેમાં વિના મુલ્યે પતંગ દોરો ,શેરડી,માંડવા ની ચીકી, તલ ની ચીકી, મમરા, આમળા તેમજ તલના લાડુ, બોર તેમજ ગરમાગરમ ખીચડાની પ્રસાદી નું વિતરણ સ્થાનીકોને તેમજ દેશ વિદેશ થી આવેલા યાત્રીકોને કરવામાં આવે છેભાલકા તીર્થ ના સૌથી મોટા ગ્રાઉન્ડ માં પતંગ મહોત્સવ યોજાશેઆવેલ ભવ્ય ચોપાટી ગ્રાઉન્ડમાં ડી.જે ના તાલ સાથેઆ ઉત્સવ રાખવામાં આવેલ છે
આ ભવ્ય પંતગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેમાં સોમનાથ ટ્રસ્ટ વહીવટી તંત્ર પોલીસ તંત્ર, પુર્વ મંત્રી જશાભાઈબારડ, દિલીપ બારડ, હીરાભાઈ જોટવા,વેજાનંદભાઈ વાળા,અભય જોટવા,ઘનસુખભાઈ પીઠડ, અશોકભાઈ પરમાર, વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક,મીત રોહનભાઈ વૈધ નો આ ઉત્સવ ને સફળ બનાવવા માટે સહકાર મળી રહેલ છે
સોમનાથ કેટરીગ એસો. ના પ્રમુખ મીલનભાઈ જોષી, મોટા કોળી વાડા રામભાઈ સોલંકી, ઓલ ગુજરાત કરાટે એસો.ના પ્રમુખ પ્રવિણભાઈ ચૌહાણ, લોહાણા સમાજ અગ્રણી વિપુલભાઈ રાજા આ પતંગ મહોત્સવ માં વર્ષો થી સાથે જોડાયેલા છે આ વિસ્તારમાં પતંગ મહોત્સવ માં સૌથી વધારે ઉત્સાહ ભેર પતંગ રસીકો ભાગ લે તે માટે ચારેય આગેવાનો પણ ખુબજ સહકાર આપેલ છે આ પતંગ ઉત્સવને માણવા સોમનાથ પ્રભાસપાટણ વેરાવળ સહીત દેશ વિદેશ થી આવેલા યાત્રીકો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે