ભારત માતાનું અપમાન સહન નહીં કરીએ : Madras High Court

Share:

હાઈકોર્ટે તમિલનાડુ પોલીસને સખત ઠપકો આપ્યો અને રાજ્ય સરકારને આ મૂર્તિ ભાજપને પરત કરવો આદેશ આપ્યો

Madras,તા. ૧૪

મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ પોલીસને ફટકાર લગાવી છે. આ મામલો ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) કાર્યાલયમાંથી ‘ભારત માતા’નું પ્રતિનિધિત્વ કરતી પ્રતિમાને હટાવવા સાથે સંબંધિત છે. હાઈકોર્ટે તમિલનાડુ પોલીસને સખત ઠપકો આપ્યો અને રાજ્ય સરકારને આ મૂર્તિ ભાજપને પરત કરવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટે કહ્યું કે ખાનગી જગ્યાએ મામલાઓને નિયંત્રિત કરવાનું રાજ્યનું કામ નથી. ભારત માતાની પ્રતિમા હટાવવી એ તેમનું અપમાન કરવા જેવું છે. આ કેસ ખાનગી મિલકત પર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની મર્યાદાને લગતો એક રસપ્રદ મુદ્દો ઉભો કરે છે. રાજ્ય સરકારે આદેશોનું પાલન કરવું જોઈએ અને પોલીસે તેમની મર્યાદામાં રહીને જનતાની સેવા કરવી જોઈએ અને જનતાનું રક્ષણ કરવું જોઈએ.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચના જસ્ટિસ આનંદ વેંકટેશે આ ચુકાદો સંભળાવ્યો. તેમણે કહ્યું કે મારા મનમાં કોઈ શંકા નથી કે ભારત માતાની પ્રતિમાને ખાનગી મિલકતમાંથી બળજબરીથી હટાવી દેવામાં આવી છે, કદાચ અન્ય કોઈ જગ્યાએથી દબાણને કારણે, પરંતુ આ કૃત્ય અત્યંત નિંદનીય છે અને ભવિષ્યમાં આવું ક્યારેય ન થવું જોઈએ. અમે કાયદા દ્વારા સંચાલિત કલ્યાણ રાજ્યમાં જીવીએ છીએ. તેથી, બંધારણીય અદાલત દ્વારા ભારતના બંધારણની કલમ ૨૨૬ હેઠળ તેના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને આવી મનસ્વીતાને ક્યારેય સહન કરી શકાતી નથી. આ કારણે ભારત માતાની ઓળખને પણ ઠેસ પહોંચી છે, તેથી સરકાર અને પોલીસે સતર્ક રહેવું જોઈએ.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ભાજપ કાર્યાલય માટે ૨૦૧૬માં વિરુધુનગર જિલ્લામાં એક પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી, જેની અંદર હાથમાં ધ્વજ ધરાવતી ભારત માતાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી.

રાજ્યએ દલીલ કરી હતી કે તેઓએ વર્ષ ૨૦૨૨માં હાઈકોર્ટના આદેશની માર્ગદર્શિકાના આધારે અરજદાર (ભાજપ)ને નોટિસ જારી કરી હતી કે કોઈ પણ નેતાની નવી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ નહીં અને અશાંતિ પેદા કરવાની સંભાવના હોય તેવી પ્રતિમાઓ સ્થાપિત કરવી જોઈએ નહીં. સંભવતઃ, તેઓ અન્ય સ્થળોએ ખસેડવા જોઈએ. ભાજપ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાથી સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પ્રતિમાને હટાવીને મહેસૂલ વિભાગની કચેરીમાં સલામત રાખવામાં આવી છે.

ભારત માતા ‘ભારત’નું પ્રતિક છે અને તેને રાષ્ટ્રના પ્રતિક તરીકે ભાજપ કાર્યાલયમાં સ્થાપિત કરવામાં આવી હોવાનું કહીને પ્રતિમા હટાવ્યા બાદ ભાજપે કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તમિલનાડુમાં સત્તારૂઢ ડીએમકે સરકારે પોલીસને ભાજપની ખાનગી મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરવા અને પ્રતિમા હટાવવા દબાણ કર્યું.  ન્યાયાધીશ વેંકટેશે આ કેસમાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોતાની સંવેદનામાં ગંભીરતાથી દલીલ કરી શકે નહીં કે કોઈની દેશભક્તિ અને દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાથી રાજ્ય અથવા સમુદાયના હિતોને જોખમમાં મૂકે છે. પોતાના બગીચામાં કે ઘરમાં ભારત માતાની મૂર્તિ સ્થાપિત કરવી એ એક વ્યક્તિગત મંદિર બનાવવા જેવું છે, જે દેશ માટે આશા, એકતા અને સન્માનનું પ્રતીક છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *