ભારતીય ટીમ ૨૦૨૫માં રમશે ટેસ્ટ સિરીઝ, BCCI એ શેડ્યૂલ જાહેર

Share:

New Delhi, તા.૨૨

ભારતીય ટીમ આ વર્ષે ૨૦૨૪માં ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ ૧૦ ટેસ્ટ મેચ રમશે. પરંતુ હવે BCCIએ આજે ગુરુવારે એક ટ્‌વીટ કરીને મોટી જાહેરાત કરી છે. BCCI એ શેડ્યૂલ જાહેર કરતાં જણાવ્યું છે કે ભારતીય ટીમ આવતા વર્ષે એટલે કે ૨૦૨૫માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. જ્યાં તેઓને પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આ સિરીઝ આવતા વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં યોજાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી વર્ષની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ૨૦ જૂને હેડિંગ્લે ખાતે રમાશે. આ પછી બીજી મેચ ૨ જુલાઈથી બર્મિંગહામમાં અને ત્રીજી મેચ ૧૦ જુલાઈથી લોર્ડ્‌સમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ ૨૩ જુલાઈથી માન્ચેસ્ટરમાં અને પાંચમી ટેસ્ટ મેચ ૩૧ જુલાઈથી લંડનમાં રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલઃ

પ્રથમ ટેસ્ટઃ ૨૦-૨૪ જૂન, હેડિંગ્લે

બીજી ટેસ્ટઃ ૨-૬ જુલાઈ, બર્મિંગહામ

ત્રીજી ટેસ્ટઃ ૧૦-૧૪ જુલાઈ, લોર્ડ્‌સ

ચોથી ટેસ્ટઃ ૨૩-૨૭ જુલાઈ, માન્ચેસ્ટર

પાંચમી ટેસ્ટઃ ૩૧ જુલાઈ-૪ ઓગસ્ટ, લંડન

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈઝ્રમ્)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચર્ડ ગોલ્ડે જણાવ્યું હતું કે, ભારતનો પ્રવાસ હંમેશા એક મોટું આકર્ષણ અને કોઈપણ ક્રિકેટ ઉનાળા ઋતુનું મુખ્ય આકર્ષણ હોય છે. પુરુષોની છેલ્લી ટેસ્ટ શ્રેણી અહીં રોમાંચક હતી અને મને ખાતરી છે કે આવતા વર્ષની મેચ પણ એટલી જ રોમાંચક રહેશે. મને એ વાતનો પણ આનંદ છે કે અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે ભારતીય મહિલા ટીમ ૨૦૨૬માં લોર્ડ્‌સમાં રમાનારી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરવા પરત ફરશે. આ ખરેખર એક ખાસ પ્રસંગ હશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *