ભારતમાં શરણ લેનાર Sheikh Hasina સામે બાંગ્લાદેશનું બીજુ અરેસ્ટ વોરંટ

Share:

New Delhi,તા.06

બાંગ્લાદેશની એક અદાલતે સોમવારે ભારતમાં રહેલાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના માટે અરેસ્ટ વોરંટ જારી કર્યું છે. આ વોરંટ તેમનાં કાર્યકાળ દરમિયાન 500 થી વધુ ગુમ થયેલાં લોકોમાં તેમની ભૂમિકા માટે બીજું ધરપકડ વોરંટ જારી કર્યું છે. વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની ક્રાંતિ બાદ ઓગસ્ટમાં હાંકી કાઢવામાં આવેલાં 77 વર્ષીય નેતા પહેલાથી જ માનવતા વિરુદ્ધના ગુનાઓનો સામનો કરી રહ્યાં છે.

ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલના મુખ્ય ફરિયાદી તાજુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, તાજેતરનું વોરંટ 500 થી વધુ લોકોનાં ગુમ થવા સાથે સંબંધિત છે, જેમાં 500 થી વધુ વ્યક્તિઓનું સુરક્ષા દળો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમનાં 15 વર્ષનાં શાસન દરમિયાન તેમને ગુપ્ત રીતે કેદ રાખવામાં આવ્યાં હતાં.

“કોર્ટે શેખ હસીના અને તેનાં લશ્કરી સલાહકાર, લશ્કરી કર્મચારીઓ અને અન્ય કાયદા અમલીકરણ અધિકારીઓ સહિત અન્ય 11 વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે.  વચગાળાની સરકારે હસીનાના પ્રત્યાર્પણ અને ટ્રાયલને પ્રાથમિકતા આપી છે. મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફીકુલ આલમે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાર મૂક્યો હતો કે હસીનાએ “માનવતા વિરુદ્ધના ગુનાઓ” માટે ન્યાયનો સામનો કરવો જ જોઇએ.

તેમણે કહ્યું કે “અમે અમારાં શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. તેણીએ ટ્રાયલનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે અમારું દબાણ સતત રહેશે.  બાંગ્લાદેશે ઔપચારિક રીતે 23 ડિસેમ્બરે ભારત પાસેથી હસીનાના પ્રત્યાર્પણ માટે મૌખિક રીતે વિનંતી કરી હતી, પરંતુ ઢાકા હજુ પણ જવાબની રાહ જોઈ રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નોંધની પ્રાપ્તિની પુષ્ટિ કરી હતી પરંતુ વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ ગયાં મહિને ઢાકાની મુલાકાત લીધી હતી અને બાંગ્લાદેશનાં ટોચનાં અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી.

જો કે, હસીનાના પ્રત્યાર્પણ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. બંને રાષ્ટ્રો વચ્ચે 2013ની પ્રત્યાર્પણ સંધિમાં કાર્યવાહી માટે સમયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

હસીનાની સરકારનાં પતનથી, તેમનાં ડઝનબંધ સાથીઓને ક્રૂર ક્રેકડાઉનમાં તેમની કથિત સંડોવણી માટે અટકાયતમાં લેવામાં આવ્યાં છે જેમાં 700 થી વધુ વિરોધીઓ માર્યા ગયાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *