Mumbai,તા.26
યુક્રેન અને રશિયાના યુધ્ધ તેમજ અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમનની અસર ભારતપમાં પણ જોવામાં આવી રહી છે અને ખાસ કરીને શેરબજારમાં હાલ મહારાષ્ટ્ર વિજયની તેજી બાદ ફરી માર્કેટ તેના ફન્ડામેન્ટલ પર ચાલ્યું જશે અને ભારતમાં આર્થિક પ્રવૃત્તિને બે્રક લાગી ગઇ હોવાના સંકેત છે. નાણાં મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરાયેલા રીપોર્ટમાં જણાવાયું છે કે જીયો પોલીટકલ ફેક્ટર ફારતમાં ફુગાવા પર નકારાત્મક અસર ચાલુ રાખશે અને સપ્લાય ચેઇન પણ ડીર્સ્ટબ થવાની શકયતા છે. આગામી સમયમાં નાણાંમંત્રાલયે સાવચેતીનો સૂર વ્યકત કર્યો છે.
ખાસ કરીને ભારતમાં ખાદ્યતેલ, ટમેટા, ડુંગળી અને બટેટાના ભાવ ફુગાવા પર સૌથી વધુ અસર કરે છે. જો કે નવેમ્બર માસથી શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ તે માર્ચ-એપ્રિલથી ફરી એક વખત વધવા લાગશે. નાણાં મંત્રાલયે તેના માસિક રીપોર્ટમાં જણાવ્યું છે કે એક થી વધુ સંકેતો એ છે કે ભારતમાં આર્થિક ગતિવિધિ ધીમી પડી ગઇ છે. આમ દેશમાં અર્થતંત્ર અંગે ફરી એક વખત ચિંતા થાય તેવા સંકેત છે.
બીજી તરફ ર્સ્ટાર્ન્ડ એન્ડ પુઅર્સ દ્વારા ભારતનો જીડીપી ગ્રોથ ઘટાડ્યો છે અને ખાસ કરીને ઉચ્ચા વ્યાજદર તથા માર્કેટમાં નાણાંની તંગીએ માંગને અસર કરી રહી હોવાનું માનવામાં આવે છે. એક તબકકે એસ એન્ડ પીએ જીડીપી દર 6.9 ટકાથી 7 ટકા રહેશે તેવું અંદાજ કર્યું હતું. હવે 2025-26 માટે તે 6.7 ટકા અને 2025-26ના વર્ષ માટે 6.8 ટકા રહેવાનો અંદાજ છે. જો કે ચીનનો વિકાસદર 4.8 ટકા રહેશે તે અનુમાન જાળવી રાખ્યું છે. આમ નાણાં મંત્રાલયનો રીપોર્ટ આગામી દિવસોમાં શેરબજાર સહિતના માર્કેટ પર અસર કરશે તેવું મનાય છે. એક વખત ચૂંટણી પરિણામોની અસર માર્કેટ પચાવી લેશે કે તુર્ત જ આર્થિક સહિતના પરિબળો બજાર માટે નિર્ણાયક બની જશે.
દેશમાં ઉંચા વ્યાજદર માટે ફુગાવો જવાબદાર છે અને રિઝર્વ બેન્કને દરેક નાણાંકીય રીતિ નક્કી કરવા માટે ફુગાવો વિલન બને છે છતાં પણ ઉંચા વ્યાજદર રાખીને આરબીઆઇ ફુગાવા સામે લડવાની ચિંતા કરે છે. સરકાર જો કે દૂરથી બેસીને તમાશો જોતી હોય તેવું લાગે છે. સરકારના મંથલી રીપોર્ટમાં ફકત ઉંચા ભાવ અંગે આંસુ સારવામાં આવ્યા છે પરંતુ સરકાર શું કરવા માંગે છે તે કોઇ જણાવતું નથી.
ભારતનો ફુગાવો 14 મહિનાના સૌથી ઉંચા 6.21 ટકાના સ્તરે છે અને નવેમ્બર માસમાં ફુગાવો થોડો ઘટ્યો તેના માટે સીઝનલ શાકભાજીના ભાવમાં ઘટાડો તે મહત્વનો છે પરંતુ હજુ ડુંગળી લોકોને રોવડાવશે તેવું આઇસીઆઇસીઆઇ બેન્કના ફાઇનાસીયલ રીપોર્ટમાં જણાવાયું છે. નવેમ્બર માસમાં ભાવ ઘટ્યા હોય તો પણ તે લાંબા ગાળા માટે નહીં હોય. વાસ્તવમાં ટમેટા-બટેટા અને ડુંગળીના ભાવ વાર્ષિક ધોરણે ટમેટામાં 161 ટકા, બટેટા અને ડુંગળીમાં 65 થી 52 ટકાનો વધારો થયો છે અને તે જ ફુગાવોને ઉંચો લઇ જાય છે.