Perth, તા.૨૩
ભારતના ખૂંખાર બોલર જસપ્રીત બુમરાહે ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયાની મેચમાં જોરદાર જાદુ પાથર્યો છે. જસપ્રીત બુમરાહે પહેલી જ મેચમાં કાંગારુ બેટ્સમેનના છક્કા છોડાવી દીધા છે. પર્થ ટેસ્ટમાં ૫ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયન ટીમને હંફાવી છે. જ્યારે પીચ પર આ બોલર બોલિંગ કરવા માટે ઉતરે છે, તો તે સિંહની જેમ બેટ્સમેનનો શિકાર કરે છે. આ બોલરનું બીજું નામ જ તૂફાન છે. જે પોતાની કાતિલ બોલિંગથી કોઈ પણ મેચનું ભવિષ્ય પલટવામાં માહેર છે. લગભગ દરેક મેચમાં આ ધાકડ બોલર મહત્વનો રોલ ભજવે છે, અને એક પછી એક વિકેટ લે છે.
ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પર્થ ટેસ્ટમાં કહેર મચાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી પારીમાં ૫ વિકેટ ઝડપી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ ૧૧ મી તક છે, જ્યારે જસપ્રીત બુમરાહે ૫ વિકેટ લીધી હોય. વર્લ્ડ ક્રિકેટમાં આ બોલરનું મોટું નામ છે. તેને ગેમ ચેન્જર અને સીરિઝ જીતાડનાર બોલર કહેવામાં આવે છે.
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પર્થમાં રમાઈ રહેલ ટેસ્ટની પહેલી પારીમાં અત્યાર સુધી ૧૩ ઓવર બોલિંગ કરી છે અને ૨૩ રન આપીને ૫ વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ ભારત માટે અત્યાર સુધી ૪૧ ટેસ્ટ મેચની ૭૮ પારીમાં ૧૭૮ વિકેટ મેળવી છે. જસપ્રીત બુમરાહે આ દરમિયાન ૧૧ વાર પારીમાં ૫ વિકેટ હોલ પોતાના નામ નોંધાવ્યા છે.
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવ દરમિયાન નાથન મેકસ્વીની (૧૦), ઉસ્માન ખ્વાજા (૮), સ્ટીવ સ્મિથ (૦), પેટ કમિન્સ (૩) અને એલેક્સ કેરી (૨૧)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પર્થ ટેસ્ટમાં કેપ્ટન જસપ્રીત બુમરાહ આટલી ખતરનાક બોલિંગ કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહને જોઈને એવું લાગે છે કે તે દરેક બોલ પર વિકેટ લઈ શકે છે. જસપ્રીત બુમરાહ અત્યારે ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક હથિયાર છે. આ શક્તિશાળી બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪૧૬ વિકેટ લીધી છે. આ મેચ વિનિંગ બોલરની હાજરીથી ટીમ ઈન્ડિયાની તાકાત બમણી થઈ ગઈ છે. આખી દુનિયામાં એવો કોઈ બોલર નથી જે તેના ઘાતક બોલથી વિકેટ લેવામાં જસપ્રીત બુમરાહને ટક્કર આપી શકે.