બે વર્ષ બાદ વાપસી અને આવતાવેંત સદી: Rishabh Pant ધોનીની કરી બરાબરી

Share:

Mumbai,તા.21

ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પહેલી ઇનિંગમાં અશ્વિન અને ઋષભ પંતે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી.

લગભગ 2 વર્ષ બાદ ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. ત્યારે હવે પંત કેવું પ્રદર્શન કરશે તેણે લઈને બધાને શંકા હતી. પહેલી ઇનિંગમાં પંત કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ બીજી ઇનિંગમાં તોફાની બેટિંગ કરી પંતે સદી ફટકારીને શાનદાર વાપસી કરી હતી.

ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડીયમમાં રમાઈ રહેલી મેચની બીજી ઈનિંગમાં પંતે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન પંતે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે ટેસ્ટ ક્રિકેટમાં આ સદી 634 દિવસ પછી કરી છે. 58 ટેસ્ટ ઇનિંગ્સમાં પંતની આ છઠ્ઠી સદી છે. આ પહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી ફટકારી હતી. ધોનીએ 144 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી હતી. હવે પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપરની યાદીમાં તેણે ધોનીની બરાબરી કરી લીધી છે.બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસે ભારત પાસે 500થી વધુ રનની લીડ છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશ માટે જીતનો માર્ગ ઘણો મુશ્કેલભર્યો રહેશે. અગાઉની પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *