બુમરાહને વધુ પડતી બોલીંગ કરાવીને નિચોવી લેવાય છે : Harbhajan

Share:

New Delhi,તા.07

બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ભારતનાં ખરાબ પ્રદર્શન બાદ પૂર્વ સ્પિનર હરભજન સિંહ ગુસ્સે છે. તેમણે કહ્યું કે જો જસપ્રીત બુમરાહ ન હોત તો ભારત 0-4 અથવા 0-5 થી હારી ગયું હોત. તેને શેરડીની જેમ નિચોવી લેવામાં આવ્યો તેથી તેને ઈજા થઈ.  

પીઠની ઈજા થઈ :- 
ભજ્જીએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે  જો ટ્રેવિસ હેડ આવે તો બુમરાહને બોલ આપો, જો માર્નસ આવે તો બુમરાહને બોલ આપો, જો સ્ટીવ સ્મિથ આવે તો બુમરાહને બોલ આપો. આખરે તે કેટલી ઓવર નાખશે ? તેની કમર તૂટી ગઈ છે. ટીમ મેનેજમેન્ટે નક્કી કરવાનું રહેશે કે તે કેટલી ઓવર નાખશે.  

સુપરસ્ટાર કલ્ચર :-
હરભજને બીસીસીઆઈને વિનંતી કરી છે કે ટીમમાં ‘સુપરસ્ટાર કલ્ચર’નો અંત આવે અને ખેલાડીઓની પસંદગી માત્ર પરફોર્મન્સના આધારે કરે અને ઓળખપત્રના આધારે નહીં. તેમણે કહ્યું, ટીમમાં સુપરસ્ટાર કલ્ચરનું નિર્માણ થયું છે. અમારે સુપરસ્ટાર નથી જોઈતાં, સારુ પ્રદર્શન કરતાં ખેલાડીઓ જોઈએ છે. જેને સુપરસ્ટાર બનવું હોય તેણે ઘરે જ રહેવું જોઈએ અને ત્યાં ક્રિકેટ રમવું જોઈએ.  

ઈંગ્લેન્ડ પ્રવાસ :-
ભજ્જીએ કહ્યું કે ઈંગ્લેન્ડ પ્રવાસ આવી રહ્યો છે. હવે તેમાં શું થશે, કોણ ટીમમાં હશે અને કોણ નહીં તેની વાત દરેક વ્યક્તિ કરવા જઈ રહી છે. હું માનું છું કે આ એક સીધો મુદ્દો છે. સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓ જ ટીમમાં રહેવા જોઈએ. તમે પ્રતિષ્ઠાના આધારે ટીમ પસંદ કરી શકતાં નથી. 

‘કોહલી હોય કે રોહિત હોય ટીમથી કોઈ મોટું નથી’ 
હરભજન સિંહે કહ્યું કે ટીમની પસંદગી પ્રદર્શનના આધારે થવી જોઈએ. પછી તે વિરાટ કોહલી હોય, રોહિત હોય કે અન્ય કોઈ હોય. કોઈ ખેલાડી ટીમથી મોટો નથી. વિરાટે 2024 માં 11 ટેસ્ટમાં 440 રન બનાવ્યાં હતાં. જો તમે કોઈ યુવા ખેલાડીને તક આપો તો તે પણ આટલાં રન આરામથી બનાવી લેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *