બાથરૂમમાં ન્હાવા ગયેલી ૧૩ વર્ષીય યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત

Share:

Palanpur,તા.૨૬

પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બાથરૂમમાં ન્હાવા ગયેલી ૧૩ વર્ષીય કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઇ જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી છે.

નાહવા ગયેલી દીકરીનો ૧૫ મિનિટ સુધી બાથરૂમમાંથી કોઇ અવાજ ન આવતાં કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. જે ના ખોલતાં મકાન પાછળ જઇ કાચની ઝાળીમાંથી જોતા તેણી ફર્સ ઉપર પડેલી હતી. આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.

પાલનપુરની તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના વેસાના દુષ્યંતભાઇ વ્યાસ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેમની ૧૩ વર્ષીય દીકરી દુર્વા તેમના મકાનના બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી. જે બાથરૂમમાં ગયા પછી ૧૫ મિનીટ સુધી કોઇ અવાજ આવ્યો ન હતો. કે તેણી બહાર પણ ન નીકળતાં તેણીની માતા મિતલબેને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, તે ન ખોલતાં મકાન પાછળ ગયા હતા. જ્યાં બાથરૂમની કાચવાળી ઝાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્સ ઉપર પડી હતી.

આથી પરિવારજનો એકત્ર થઇ ગયા હતા. અને બાથરૂમમાં દરવાજો તોડી દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તબીબે બાળકીને મૃતક જાહેર કરી હતી, બાળકીના મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે તો સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *