બંધકોને મુક્ત કરવા હમાસને Trump નું અલ્ટીમેટમ

Share:

Washington,તા.03

આગામી તા.20 જાન્યુઆરીના અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ રહેલા પુર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યપુર્વમાં ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં જે રીતે ગાઝામાં ઈઝરાયેલી અને વિદેશીઓને બંધક બનાવીને રાખ્યા છે તેને તુર્તજ મુક્ત કરવા ચેતવણી આપતા કહ્યું કે, તો મારા શપથ પુર્વે આ બંધકોની મુક્તિ નહી કરાય તો અમેરિકા મધ્યપુર્વમાં તબાહી અપાવી દેશે.

પોતાના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટુથ સોશ્યલમાં ટ્રમ્પે કહ્યું કે જો બંધકોને નહી છોડાય તો ગાઝા પટ્ટીના હમાસ આતંકીઓને ગંભીર પરીસ્થિતિનો સામનો કરવો પડશે.

ટ્રમ્પે પોતાના પ્લેટફોર્મમાં એક પોષ્ટ કરીને ચેતવણી આપતા કહ્યું કે 20 જાન્યુઆરી પુર્વે તમામ બંધકોની મુક્તિ જરૂરી છે. જે દિવસે હું ગર્વભેર અમેરિકાના રાષ્ટ્રપતિપદ સંભાળીશ તો જો બંધકો મુક્ત થયા નહી હોય તો મધ્યપુર્વમાં અને તેના આ કામોને ખૂબ મોટી શિક્ષા કરવામાં આવશે.

તેથી તેઓના હિતમાં છે કે બંધકોને અત્યારે જ મુક્ત કરી દેવામાં આવે તે યોગ્ય ગણાશે. તેઓએ લખ્યુ કે અમેરિકાના લાંબા ઈતિહાસમાં કદી કોઈ પર નહી થયો હોય તેવો મોટો હુમલો કરવામાં આવશે.

હમાસે ગત વર્ષે તા.7 ઓકટો.ના ઈઝરાયેલ પર હુમલો કરતા 1200થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા હતા અને સેંકડોને બંધક બનાવ્યા હતા. જેમાં અડધા જેટલા અપહતોમાં ઈઝરાયેલ-હમાસ વચ્ચેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે પણ હજુ અમેરિકી અને ઈઝરાયેલના 100થી વધુ નાગરીકો હમાસની કેદમાં હોવાનું માનવામાં આવે છે.

બાઈડનની વિદાય ભેટ: ભારત સાથેના 1.17 અબજ ડોલરના લશ્કરી સોદાને મંજુરી
વોશિંગ્ટન: અમેરિકામાં આગામી મહીને સતાપલટા પુર્વે વિદાય લેતા પ્રમુખ જો બાઈડને એક મહત્વના નિર્ણયમાં ભારત 100 સાથેના 1.17 અબજ ડોલરના સોદાને મંજુરી આપી છે. આ સોદા મુજબ ભારત અમેરિકી કંપનીઓ પાસેથી એન.એચ.60 આર મલ્ટીમીશન હેલીકોપ્ટરના મહત્વના શસ્ત્રો મેળવશે.

ભારતીય સૈન્ય માટે આ એક મહત્વનો લશ્કરી કરાર બની રહેશે. જે હેઠળ ભારતને 30 મલ્ટીફંકશનલ ઈન્ફર્મેશન ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમ જોઈન્ટ ટેકનીકલ રેડીયો સીસ્ટમ મળશે. આ ઉપરાંત ડેટા ટ્રાન્સફર સીસ્ટમ, બહારની વધારાની ઈંધણ ટેન્ક ફોરવર્ડ બુકીંગ ઈન્ફ્રાફ્રેડ સીસ્ટમ સહિતના ઉપકરણો મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *