ફ્લાઇટમાં WiFi કેવી રીતે કામ કરે છે ?

Share:

New Delhi,તા.16

એર ઈન્ડિયાએ તાજેતરમાં તેની ફ્લાઈટ્સમાં વાઈફાઈ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આવું કરનાર તે દેશની પ્રથમ એરલાઈન કંપની છે. જોકે એલોન મસ્કની કંપની સ્ટારલિંક પણ તેની તૈયારી કરી રહી હતી. પરંતુ એર ઈન્ડિયાએ સ્ટારલિંકના આગમન પહેલાં જ તેનાં હવાઈ મુસાફરો માટે આ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.  

એર ઈન્ડિયા હાલમાં પાયલોટ પ્રોગ્રામ હેઠળ તેની કેટલીક ફ્લાઈટ્સમાં વાઈફાઈની સુવિધા આપી રહી છે, તેથી મોટાભાગનાં એરક્રાફ્ટમાં હજુ પણ આ સુવિધા નથી. ખેર, કોઈને નવાઈ લાગશે કે 30-40 હજાર ફૂટની ઊંચાઈએ ઉડતી ફ્લાઈટમાં વાઈફાઈ કેવી રીતે કામ કરે છે ? જો તમે હવાઈ મુસાફરી કરી હશે તો તમને ખબર હશે કે ફ્લાઈટ દરમિયાન મોબાઈલમાં કોઈ સિગ્નલ હોતાં નથી. 

ફ્લાઈટમાં નેટવર્ક કેવી રીતે કામ કરે છે
ઈન્ટરનેટ ફ્લાઈટમાં એર-ટુ-ગ્રાઉન્ડ સિસ્ટમ દ્વારા કામ કરે છે. આ ટેક્નોલોજીમાં એરક્રાફ્ટમાં લગાવવામાં આવેલ એન્ટેના જમીન પરનાં નજીકનાં ટાવરમાંથી સિગ્નલ લે છે. પરંતુ જ્યારે તમારી ફ્લાઇટ સમુદ્ર અથવા પર્વત પરથી પસાર થાય છે, ત્યારે તે સિગ્નલ પ્રાપ્ત કરી શકતી નથી.  તેથી આ સ્થળોએ નેટવર્ક કામ કરતું નથી.  

આ સિવાય ફ્લાઇટમાં સેટેલાઇટ આધારિત વાઇ-ફાઇ સિસ્ટમ પણ હોય છે. આમાં સેટેલાઇટ સીધાં એરક્રાફ્ટમાં લગાવેલાં એન્ટેનાને સિગ્નલ મોકલે છે. એર-ટુ-ગ્રાઉન્ડ નેટવર્કમાં, સેટેલાઇટનો ઉપયોગ કરીને, સિગ્નલ પ્રથમ જમીન પરનાં ટ્રાન્સમીટર અને પછી એરક્રાફ્ટના એન્ટેનામાં પ્રસારિત થાય છે.

ભારતમાં માત્ર એક જ એરલાઈન કંપનીએ આ સુવિધા આપી હોવા છતાં વિદેશોમાં ઈન્ફ્લાઈટ વાઈ-ફાઈની સુવિધા લાંબા સમયથી ઉપલબ્ધ છે. અમેરિકાની બે મોટી એરલાઇન્સ, ડેલ્ટા અને યુનાઇટેડ અનુસાર, દર મહિને 1.5 મિલિયનથી વધુ મુસાફરો તેમની ઇનફ્લાઇટ વાઈફાઈ સેવાનો ઉપયોગ કરે છે. 

જેટબ્લુ એરલાઇન્સ અનુસાર, લાખો ગ્રાહકો દર વર્ષે તેની સેવાનો ઉપયોગ કરે છે. એર ઈન્ડિયા ટૂંક સમયમાં ભારતમાં ઈન્ફ્લાઈટ વાઈ-ફાઈ સુવિધા આપવા જઈ રહી છે. શરૂઆતમાં આ સુવિધા એર ઈન્ડિયાની પસંદગીની ફ્લાઈટ્સ પર આપવામાં આવશે. વાઇ-ફાઇ સેવા એરલાઇનના એરબસ એ 350, બોઇંગ 787-9 અને એરબસ એ 321 નિયો એરક્રાફ્ટ પર ઉપલબ્ધ રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *