ફરી એકવાર ભારતીય બેટર Rishabh Pant ની ટોપ-૧૦માં એન્ટ્રી

Share:

રિષભ પંત ટોપ-૧૦ બેટરોની યાદીમાં સામેલ : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી

Dubai, તા.૮

તાજેતરમાં જાહેર કરેલી રેન્કિંગમાં ભારતીય વિકેટકીપર અને બેટર રિષભ પંતને ઘણો ફાયદો થયો છે. ફરી એકવાર રિષભ પંત ટોપ-૧૦ બેટરોની યાદીમાં સામેલ થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી.  ઓસ્ટ્રેલિયા સામે સતત ખરાબ પ્રદર્શન બાદ રિષભ પંત ટોપ-૧૦ની યાદીમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ સિડની ટેસ્ટ બાદ હવે તેણે પુનરાગમન કર્યું છે. તે હવે યાદીમાં નવમાં સ્થાને પહોંચી ગયો છે. અન્ય ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો ઝડપી બોલર જસપ્રીત બુમરાહે તેની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કરી છે. જસપ્રીત બુમરાહ ૯૦૮ રેટિંગ પોઈન્ટ સાથે બોલરોની યાદીમાં ટોચના સ્થાન પર છે.

જો કે, જાહેર કરવામાં આવેલી આ ૈંઝ્રઝ્ર રેન્કિંગમાં ટોપ-૫માં કોઈ ફેરફાર થયો નથી. ઈંગ્લેન્ડનો જો રૂટ આ યાદીમાં ટોચના સ્થાન પર છે. જ્યારે ઈંગ્લેન્ડનો હેરી બ્રુક ૮૭૬ રેટિંગ સાથે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ૮૬૭ રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. જયારે ભારતનો યશસ્વી જયસ્વાલ ૮૪૭ રેટિંગ સાથે ચોથા સ્થાનપર યથાવત છે. ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ટ્રેવિસ હેડ ૭૭૨ રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. આ રીતે ટોપ-૫ બેટરોની રેન્કિંગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

આ સિવાય દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાએ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. ટેમ્બા બાવુમા ૭૬૯ રેટિંગ સાથે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. અગાઉ તે નવમાં સ્થાન પર હતો. આ તેનું અત્યાર સુધીનું સૌથી ઊંચું રેન્કિંગ અને રેટિંગ છે. શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસ ૭૫૯ રેટિંગ સાથે સાતમાં સ્થાન પર પહોંચી ગયા છે. જો કે, ઓસ્ટ્રેલીયન બેટર સ્ટીવ સ્મિથને એક સ્થાનનું નુકસાન થયું છે. અન્ય ખેલાડીઓની વાત કરીએ તો ન્યુઝીલેન્ડનો ડેરીલ મિચેલ ૭૨૫ રેટિંગ સાથે અકબંધ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *