Gorakhpur તા.20
શ્વાસની બિમારી ક્રોનિક ઓબ્સ્ટ્રકિટવ પલ્મોનરી ડીસીઝ (સીઓપીડી) ની ઓળખ શરૂઆતમાં નથી થઈ શકતી. તેના લક્ષણો અને બીજા બાયો માર્કરનાં આધારે સીઓપીડીના દર્દીઓનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે. તેના માટે કરવામાં આવતી તપાસ પલ્મોનરી ફંકશન ટેસ્ટ પણ ફેલ થઈ રહી છે.
બીજા શબ્દોમાં કહીએ તો પ્રારંભીક અવસ્થામાં પલ્મોનરી ટેસ્ટ (પીએફટી) તપાસના મશીનને પણ ભુલવામાં નાખી દે છે. ઉલ્લેખનીય છે કે, પીએફટી માટે સ્પાયરોમેટ્રી મશીનનો ઉપયોગ થાય છે.
પ્રારંભિક તપાસમાં રિપોર્ટ સામાન્ય
સીઓપીડીના પ્રારંભીક અવસ્થાવાળા લગભગ 10 ટકા દર્દીનો પીએફટી રીપોર્ટ સામાન્ય આવી રહ્યો છે. આ બાબતનો ખુલાસો બીઆરડી મેડીકલ કોલેજનાં ટીબી ચેસ્ટ વિભાગનાં શિક્ષકોના સર્વેમાં થયો છે.
વિભાગ અધ્યક્ષ ડો.અશ્વિની મિશ્રાએ જણાવ્યું હતું કે સીઓપીડીના પ્રારંભીક તબકકાવાળા દર્દીઓમાં આ જોવા મળી રહ્યું છે. તેમનો પીએફટી રિપોર્ટ સામાન્ય આવી રહ્યો છે. તેને અર્લી સીઓપીડી કહેવામાં આવે છે.
આ અવસ્થાને ‘પ્રિઝર્વ રેશીયો ઈન પેયક સ્પાયરોમેટ્રી’ કહેવામાં આવે છે. આવા દર્દીઓની ઓળખ લક્ષણ અને સ્પાયરોમેટ્રીમાં ફેફસા અને શ્વસન તંત્રની ક્ષમતાનાં આકલનના આધારે કરવામાં આવે છે.
સર્જરીથી ઠીક થઈ જશે ફેફસા
વિભાગ અધ્યક્ષે જણાવ્યું હતું કે સીઓપીડીના ઈલાજમાં સર્જરીની ટેકનીકની પણ એન્ટ્રી થઈ ગઈ છે તેને લંગ્સ વોલ્યુમ રિડકશન સર્જરી કહે છે તેમાં ફેફસાના એક ભાગને કાપીને કાઢવામાં આવે છે. જયાં હવા ભરાઈ ગઈ હોય.આથી ફેફસાનો આકાર નાનો થઈ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમ્યાન ધુમ્રપાન કરનારી મહિલાઓનાં બાળકોમાં સીઓપીડી થવાનો ખતરો ડબલ વધી જાય છે.
એસ્ટ્રાજેનેકા લાવશે દવા
આંકડા મુજબ સીઓપીડીથી દર વર્ષે 30 લાખથી વધુ લોકોના મોત થાય છે. એક અનુમાન મુજબ 32 કરોડ લોકો આ બિમારીના શિકાર છે.2025 ની જાન્યુઆરીમાં એસ્ટ્રાજેનિકા ફાર્મા સીઓપીડીની દવા લાવી શકે છે.