નારિયેળીના ઉલ્લેખથી કમલાએ ભારતને સંભાર્યું
2023ના પ્રવચનમાં પણ તેઓએ પૂછયું કે, તમે એવું વિચારો છો કે તમો નારિયેળીનાં વૃક્ષ ઉપરથી જાણે કે હમણાં જ પડી ગયા છો ?
Washington, તા.24
અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર કમલા હેરિસે તેઓને ઉમેદવાર તરીકે જાહેર કરાયા પછી તેઓનાં પહલા જ પ્રવચનમાં ભારત સાથેના તેઓના સંબંધો યાદ કરતા કહ્યું હતું કે, એવું લાગે છે કે જાણે તમો હમણા જ નારીયેળના વૃક્ષ ઉપરથી પડી ગયા છો.
આ શબ્દોના અનેકાનેક ગૂઢાર્થો નીકળી શકે, પરંતુ તેનો ધ્વનિ તે દર્શાવે છે કે તેઓ તેમના અને તેઓના માતૃપક્ષના ભારત સાથેના સંબંધો હજી ભૂલી શકયા નથી. તે સહજ પણ છે. તેમ નિરીક્ષકો કહે છે.
મૂળ તમિળનાડુના તેઓના માતા હોવાથી કમલા હેરિસ તેઓના મોસાળને સંભાર્યા સિવાય રહી શકયા ન હતા.
કમલા હેરિસે ૨૦૨૩માં તેઓની પ્રેસીડેન્ટની સમિતિમાં હીસ્માનિયન્સ (સ્પેનીશ) માટે રચાયેલી એક સમિતિમાં કમિશનર પદે તેઓ નિયુક્ત થયા ત્યારે પણ યોજાયેલ શપથ વિધિ સમારોહમાં પણ તેઓએ નારીયળનો ઉલ્લેખ કરી સૌને આશ્ચર્ય કરી દીધા હતા. તેઓએ કહ્યું યુવા વર્ગને થયું છે શું ? તમને એવું લાગે છે કે જાણે તમે (નારીયેલ લેવા) નારીયેળી ઉપર ચઢતા પછડાઈ પડયા છો ?
નિરીક્ષકો માને છે કે આ ઉપરથી નીચે પડયા હોવાનો ઉલ્લેખ કરી તેઓએ દેશના અર્થતંત્રના વિકાસમાં આવેલી ઓટ તેમની એક વખતની અમેરિકાની ઉંચી પ્રતિભાના થયેલા પતનનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો. સાથે શિક્ષણ ક્ષેત્ર સહિત લગભગ તમામ ક્ષેત્રમાં આવેલી ઓટ પ્રત્યે પણ ધ્યાન દોર્યું હતું.