New Delhi,તા.13
નિખિલ કામથને આપેલા પોડકાસ્ટ ઈન્ટરવ્યુને લઈને વડાપ્રધાન મોદી કોંગ્રેસના આકરા પ્રહારમાં આવ્યા છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ દાવો કર્યો હતો કે વડા પ્રધાનના જનસંપર્ક (PR) પર નોંધપાત્ર રકમ ખર્ચવામાં આવી છે.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાનના જનસંપર્ક (PR) પર નોંધપાત્ર ભંડોળ ખર્ચવામાં આવ્યું છે, જ્યારે સરકાર શિષ્યવૃત્તિ આપવામાં નિષ્ફળ રહી છે. તેમણે નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન (NTSE) ના સસ્પેન્શન પર ચિંતા વ્યક્ત કરી, જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરે છે.
તેમણે કહ્યું કે 1963માં શરૂ થયેલી શિષ્યવૃત્તિએ અસંખ્ય બાળકોને તકો પૂરી પાડી હતી, પરંતુ તે ત્રણ વર્ષથી બંધ છે. વડાપ્રધાન મોદીએ પોડકાસ્ટમાં કહ્યું કે તેઓ ભગવાન નથી પરંતુ એક સામાન્ય માણસ છે અને ભૂલો કરી શકે છે, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તેમની ઝાટકણી કાઢી હતી. કહ્યું કે પોતાને ‘નોન-ઓર્ગેનિક’ જાહેર કર્યા બાદ મોદી હવે ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે.