Hyderabad, તા.19
બ્લોક બસ્ટર નિવડેલી ફિલ્મ પુષ્પા-2ના પ્રીમીયર શો વખતની ભાગદોડમાં મહિલાના મોત તથા તેમના પુત્રની ગંભીર હાલત વચ્ચે અભિનેતા અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે હોસ્પિટલમાં ઘાયલ બાળકની મુલાકાત લીધી હતી.
આ સમગ્ર આઘાતજનક બનાવમાં અલ્લુ અર્જુન સામે કેસ થયો જ છે અને ધરપકડ પણ કરવામાં આવી હતી. ભાગદોડમાં મહિલાનું મોત થયું હતું. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદે હોસ્પીટલમાં બાળકની મુલાકાત બાદ વીડિયો શેર કર્યો હતો.
‘હોસ્પીટલમાં તેજની મુલાકાત લીધી હતી. સારવાર કરતા તબીબ સાથે વાત કરી હતી. બાળકમાં 10 દિવસની ધીમી રીકવરી છે છતાં સારવાર લાંબી ચાલે તેમ છે. અમે દરેક મદદ કરવા તૈયાર છીએ.’
તેમણે કહ્યું કે, અલ્લુ અર્જુન દુર્ઘટનાના બીજા દિવસે હોસ્પીટલે આવવા માંગતો હતો પરંતુ સત્તાવાળાઓએ જ તેમ નહીં કરવા સલાહ આપી હતી. પરિવારને પણ હાલતૂર્ત નહીં મળવા કહેવાયું છે. પોતે પણ તંત્રની મંજુરી લઇને આવ્યા હતા.