Kodinar તા ૨૧
કોડીનાર તાલુકાના પીપળી ગામના યુવાનોએ ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ માત્ર દોઢ દિવસમાં ૨૮૫ કિલોમીટરનું અંતર કાપીને કોડીનારના મૂળ દ્વારકા થી દ્વારકા સુધીની સાહસિક સાઇકલ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરી એક ઈતિહાસ સર્જ્યો છે.આ અભૂતપૂર્વ યાત્રામાં જિલ્લા પંચાયતના સદસ્ય અને ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ મોરી, કોડીનાર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ ગોહિલ, દ્વારકા પીએમ શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય અજીતસિંહ નકુમ, પ્લાસ વલ્ડ ગ્રુપના નરેન્દ્રસિંહ ગોહિલ, ક્લબના સભ્ય જયેશભાઈ ગોહિલ, રાજમોતી ગ્રુપ ટાફે શોરૂમના મેનેજર રોહિતસિંહ ગોહિલ, અને કોડીનાર હેલ્થ કર્મચારી રણજીતસિંહ ગોહિલ સહિતના યુવાનોએ સાઇકલ ચલાવવાની ઉત્સાહભરી ભાગીદારી કરી.યાત્રા દરમિયાન માંગરોળથી પોરબંદર સુધી રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા રાજમોતી ગ્રુપના ઓનર રવિસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.દ્વારકા ખાતે છારા ગામના સરપંચ અજીતભાઈ, ઉપસરપંચ ભરતભાઈ, અને માજી સરપંચ કાળુભાઈ ચંડેરા દ્વારા સુંદર વ્યવસ્થાઓ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આ યાત્રા માત્ર એક સ્પોર્ટિંગ સાહસ નહીં, પણ યુવાનોની એકતા, ઉમંગ અને સમાજને પ્રેરણા આપવા માટેનો સુંદર સંદેશ છે.‘‘યુવાનોની મહેનત અને સમર્પણ દ્વારકાધીશના આશીર્વાદ સાથે હંમેશા વિજયમંડિત રહે એવી શુભકામનાઓ!‘‘