Australia,તા.28
ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ કેનબેરામાં ભારત સામેની પીએમની ટીમમાં પર્થ ટેસ્ટમાં હાર બાદ ખરાબ ફોર્મમાં રહેલાં કોઈપણ બેટ્સમેનને રાષ્ટ્રીય ટીમમાં સામેલ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. આ કારણે એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ પહેલાં તેનાં ટોપ ઓર્ડરના બેટ્સમેનો પર દબાણ વધી ગયું છે.
માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ જેવાં બેટ્સમેનો પર્થમાં નિષ્ફળ ગયાં હતાં. આ પહેલાં પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક સહિત ઘણાં ભૂતપૂર્વ ખેલાડીઓએ એડિલેડમાં ડે/નાઈટ ટેસ્ટ પહેલાં પ્રેક્ટિસ મેચમાં આ ખેલાડીઓને મેદાનમાં ઉતારવાની અપીલ કરી હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે આવાં સૂચનોને ફગાવી દીધાં હતાં.
આ નિર્ણય એક વ્યૂહરચના તરીકે લેવાયો
રિપોર્ટ અનુસાર, ’આવો નિર્ણય એટલાં માટે લેવામાં આવ્યો છે કારણ કે ખેલાડીઓ માટે તેમનાં ઘરે સમય પસાર કરવો મહત્વપૂર્ણ છે. ’તે જ સમયે, અનકેપ્ડ ઓલરાઉન્ડર વ્યુ વેબસ્ટરને ભારત સામેની બીજી ટેસ્ટ માટે ઈજાગ્રસ્ત મિશેલ માર્શના કવર તરીકે ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરી શકાય છે. વેબસ્ટરે છેલ્લાં બે વર્ષમાં શેફિલ્ડ શિલ્ડમાં સારું પ્રદર્શન કર્યું છે.
હેડે કહ્યું કે ટીમમાં કોઈ અણબનાવ નથી
ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન ટ્રેવિસ હેડે ટીમમાં અણબનાવ કે મતભેદના અહેવાલોને નકારી કાઢ્યાં છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે એક ટિપ્પણી કરીને હલચલ મચાવી દીધી હતી જે સંકેત આપે છે કે ડ્રેસિંગ રૂમમાં મતભેદ હોઈ શકે છે.
હેડે કહ્યું, ’પર્થ ટેસ્ટમાં હાર છતાં એક યુનિટ તરીકે અમારાં અભિગમમાં કોઈ ફેરફાર થયો નથી. અમે ડ્રેસિંગ રૂમમાં સાથે રહ્યાં, અમે હંમેશાની જેમ વાત કરી કે જીત હોય કે ડ્રો.