ગુજરાતીઓ માટે ઘરચોળું એટલે શુકનવંતુ પરિધાન. લગ્નના માંડવે બેસનારી નવોઢાને તેના સાસરિયા તરફથી ઘરચોળું મોકલવામાં આવે છે. અને જે તે કન્યા આ ઘરચોળું પહેરીને જ અગ્નિની સાક્ષીએ ફેરા ફરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરચોળું હવે માત્ર વિવાહ કે અન્ય શુભ પ્રસંગોમાં પહરેવા પૂરતું સીમિત નથી રહ્યું. સંખ્યાબંધ સેલિબ્રિટીઓ પણ ઘરચોળું શોખથી પહેરે છે.
ફેશન ડિઝાઇનરો કહે છે કે જરીના ચોકવાળી બંધે જ સાડી પરંપરાગત રીતે ગુજરાતીઓ લગ્ન પ્રસંગે પહેરે છે. હાથશાળ પર વણવામાં આવતાં ઘરચોળા તેમના માટે પ્રેમ અને ગૌરવના પ્રતિ છે. પારંપરિક રીતે કોટનના ઘરચોળા રાતા, પીળા અને સફેદ રંગના, જરી ચેક્સ તેમ જ જરીના મોટા પાલવવાળા હોય છે, તેમાં રીઅલ જરીનો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ બદલાતા સમય સાથે તેમાં ઘણું નાવીન્ય ઉમેરાયું છે.
તેઓ આ વાત સમજાવતાં કહે છે કે હવે ઘરચોળા સિબ્ક અને શિફોનમાં પણ મળે છે. આજની યુવતીઓ પોતાની પરંપરાને વળગી રહેવા સાથે તેમાં ઘણું નાવીન્ય ઉમેરાયું છે.
તેઓ આ વાત સમજાવતાં કહે છે કે હવે ઘરચોળા સિબ્ક અને શિફોનમાં પણ મળે છે. આજની યુવતીઓ પોતાની પરંપરાને વળગી રહેવા સાથે તેમાં કાંઈક નવું ઉમેરીને તેને આધુનિક રૂપ આપવાનું પસંદ કરે છે. તેથી જ અમે કચ્છના કારીગરો સાથે મળીને ઘરચોળામાં વૈવિધ્ય ઉમેરી રહ્યા છીએ. આધુનિક નવોઢાઓને બનારસી સિલ્ક અને પેસ્ટલ કલરનું વિશેષ આકર્ષણ છે. તેથી અમે ઘરચોળામાં તેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને તેની સાથે બનારસી બોર્ડર રંગ લાવે છે. તેવી જ રીતે પરંપરાગત રીતે વણવામાં આવતાં ઘરચોળામાં જરી ચેક્સ ચોરસ આકારના હોય છે. પરંતુ અમે તેને શક્કરપાળા જેવા આકારમાં બનાવડાવીને ઘરચોળામાં નાવીન્ય ઉમેરીએ છીએ. વળી તેના બ્લાઉઝમાં ભરચક જરી વર્ક કરવાથી ઘરચોળાનું સુંદરતા પણ વધી જાય છે.
કેટલીક નવવધૂઓ ઘરચોળાને સાડીની જેમ પહેરવાના સ્થાને ઓઢણીની સ્ટાઇલમાં પહેરવાનું પસંદ કરે છે. તેમને માટે અમે બનારસી સિલ્કમાંતી રોયલ ચણિયા-ચોળી બનાવીને તેની સાથે ઓઢણીની જેમ પહેરાય એવું ઘરચોળું તૈયાર કરીએ છીએ.
ઘરચોળા વિશેની જાણી-અજાણી વાતો
ઘરચોળાના વણાટકામ દરમિયાન બે પ્રકારના વણાટનો ઉપયોગ થાય છે. તેના જરી ચેક્સ માટે વેંકટગિરી વણાટકામ અને પોત માટે બાંધણી વર્ક કરવામાં આવે છે.
ઘરચોળાનો અર્થ પણ ખૂબ સુંદર છે. ‘ઘર’ એટલે ઘર અને ‘ચોળું’ એટલે નવવધૂનો સાસરિયાના ઘરમાં પ્રવેશ.
ઘરચોળા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી બંધેજ ટેક્નિક પરિણીત અને પરણવાની તૈયારીમાં હોય એવી યુવતીઓ માટે પવિત્ર માનવામાં આવે છે.
ઘરચોળાના ચેક્સ વચ્ચે આવતી ચોરસ અથવા શક્કરપાળા જેવી જગ્યામાં કમળ, હાથી, મોર, પોપટ ઇત્યાદિની આકૃતિઓ બનાવવામાં આવે છે. આ આકૃતિઓ વડે ઘરચોળાની બોર્ડરને પણ શણગારવામાં આવે છે.