Washington, તા.4
ભૂતકાળમાં કરેલા કેટલા ‘છાનગપતિયા’ કયારેક છાપરે ચડીને પોકારીને નડતા હોય છે, આમા સુપરપાવર અને અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બાકાત નથી,
ખરેખર તો હશ મની કેસમાં ટ્રમ્પને સજા થઈ શકે છે. 10 જાન્યુઆરીએ આ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં રજુ થવાનું છે. કેસ પોર્નસ્ટાર સાથે કરેલા ‘છાનગપતિયા’નો છે અને આ પોર્નસ્ટારને ‘ચૂપ’ કરવા પૈસા આપવાના કેસમાં ટ્રમ્પને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા.
શું ટ્રમ્પને સજા થશે?
ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે 20મી જાન્યુઆરીએ શપથ લેનાર છે તેના 10 દિવસ પહેલા આ કેસમાં સજાની સુનાવણી થવાની છે. ટ્રમ્પને આ મામલામાં જેલ કે અન્ય કોઈ દંડ મળશે કે નહી, તેને લઈને એક જજે કહ્યું હતું કે તેની સંભાવના નથી.
જસ્ટીસ જુઆન મર્ચન્ટના અનુસાર ટ્રમ્પે 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ પહેલા 10 દિવસ પહેલા કોર્ટમાં સુનાવણી માટે હાજર રહેવું પડશે. ટ્રમ્પનું અદાલતમાં રજુ થવુ અમેરિકી ઈતિહાસમાં અલગ ઘટના હશે.
ખરેખર તો ટ્રમ્પ પહેલા કોઈપણ અમેરિકી રાષ્ટ્રપતિને કોઈ કેસમાં દોષી નહોતા ઠેરવવામાં આવ્યા. મામલામાં જજે કહ્યું હતું કે ટ્રમ્પે પોતાની સજાના સમયે વ્યક્તિ રીતે કે વર્ચ્યુઅલ હાજર રહેવું પડશે.
શું બોલ્યા જજ?
જજે કહ્યું હતું કે, તે ટ્રમ્પને જેલમા મોકલવાના પક્ષમાં નથી અને બિનશરતી મુક્તિની સજા સંભળાવી શકાય છે. સજાની વિરુદ્ધ ટ્રમ્પ અપીલ પણ કરી શકે છે. ટ્રમ્પ સામે આરોપ છે કે તેમણે વર્ષ 2006માં એક પોર્નસ્ટારની સાથે યૌન સંબંધ બાંધ્યા હતા.
આ બાબતની ચર્ચા 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ઘણી થઈ હતી. પોર્નસ્ટાર સ્ટોમી ડેનિયલ્સે આ મામલાને જાહેર કરી દેવાની ધમકી આપી હતી, ત્યારબાદ તેને ચૂપ રહેવા માટે પૈસ આપવામાં આવ્યા હતા.
ટ્રમ્પના પૂર્વ વકીલ માઈકલ કોહેને સ્ટોમી ડેનિયલ્સને એક કરોડથી વધુનુ પેમેન્ટ ‘ચૂપ’ રહેવા કર્યું હતું. આ પેમેન્ટ 2016ની ચૂંટણી પહેલા કરાયું હતું. ત્યારબાદ મેનહટ્ટનની એક જયુરીએ પેમેન્ટ કવર કરવા વ્યાપારિક રેકોર્ડમાં હેરાફેરી કરવા બદલ દોષી જાહેર કર્યા હતા.