ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનેChampions Trophy માટે ટીમોની જાહેરાત કરી

Share:

New Delhi,તા.13
ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટને લઈને ઉત્તેજના શરૂ થઈ ગઈ છે. ત્રણેય દેશોએ રવિવારે પોતાની ટીમની જાહેરાત કરી હતી. જેમાં ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ સંકેત આપ્યો છે કે ભારતીય ટીમની જાહેરાત આગામી 18 કે 19 જાન્યુઆરીએ થઈ શકે છે.

ન્યૂઝીલેન્ડની ટીમની કમાન મિશેલ સેન્ટનરને સોંપવામાં આવી છે જ્યારે બાંગ્લાદેશનાં કેપ્ટન નઝમુલ હુસૈન શાંટો હશે. અફઘાનિસ્તાનનું નેતૃત્વ હશાન્તુલ્લાહ શાહિદી કરશે. મુજીબ ઉર રહેમાનને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેનાં જેવાં ‘મિસ્ટ્રી સ્પિનર’ એએમ ગઝનફરને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો છે.

ફર્ગ્યુસન, સીયર્સનું કમબેક :- 
અનુભવી ઝડપી બોલરો લોકી ફર્ગ્યુસન અને બેન સીયર્સ આવતાં મહિને પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યુઝીલેન્ડની 15 -સભ્યની ટીમમાં પરત ફર્યા છે. ફર્ગ્યુસનનો હવે ન્યુઝીલેન્ડ ક્રિકેટ સાથે કરાર નથી અને તે ઓસ્ટ્રેલિયાની બિગ બૈશ લીગમાં રમવાને કારણે રવિવારે સમાપ્ત થયેલી શ્રીલંકા સામેની શ્રેણીમાં રમી શક્યો ન હતો.

ગયાં વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં સીયર્સ રિઝર્વ હતો.  ઘૂંટણની ઈજાને કારણે તે નવેમ્બરમાં ભારત સામેની ટેસ્ટ શ્રેણી રમી શક્યો ન હતો. તેણે ગુરુવારે વેલિંગ્ટન સ્ટેટ માટે ટી-20 મેચમાં પુનરાગમન કર્યું. સીયર્સ ઉપરાંત વિલ અરુક અને નાથન સ્મિથને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ તેની પ્રથમ આઇસીસી ટૂર્નામેેન્ટ હશે. સેન્ટનર પ્રથમ વખત કોઈ મોટી ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરશે.  

શાકિબ, લિટન આઉટ :- 
બાંગ્લાદેશે પૂર્વ બોલર શાકિબ અલ હસનને ટીમમાંથી બહાર કર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી બહાર રહેવાનાં કારણે 37 વર્ષીય શાકિબની વનડે ઈન્ટરનેશનલ કરિયર પણ ખતમ થઈ શકે છે. ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્ત થયેલાં શાકિબને ગયાં સપ્ટેમ્બરમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં એક મેચ દરમિયાન શંકાસ્પદ બોલિંગ એક્શન માટે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરાયેલી ટીમો :- 
ન્યુઝીલેન્ડ :-
મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોન્ચે, ટોમ લૈથમ (વિકેટકીપર), કેન વિલિયમસન, વિલ યંગ, માર્ક ચૈપમૈન, માઈકલ બ્રેસવેલ, ડેરીલ મિવેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, વિલ ઓ’રોર્ક, બેન સીઅર્સ. 

બાંગ્લાદેશ :-
નઝમુલ હુસૈન શાંટો (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હૃદય, સૌમ્ય સરકાર, તન્જીદ હસન, મહમુદુલ્લાહ, જાકિર અલી, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન, નસુમ અહેમદ, તંજીમ હસન, નાહીદ  રાણા.

અફઘાનિસ્તાન :-
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહમત શાહ (વાઈસ-કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈકરામ અલીખિલ (વિકેટકીપર), ઈબ્રાહીમ.  ઝદરાન સેદીકુલ્લાહ અટલ, મોહ, નબી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નઈબ, રાશીદ ખાન, એએમ ગઝનફર, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી નાવેદ ઝદરાન, ફરીદ અહેમદ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *