Canada, તા.17
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો ભારત પર આરોપ લગાડનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હવે આ મુદ્દે બેકફૂટ પર આવી ગયા છે અને જણાવ્યું હતું કે આ મામલે ભારત વિરુધ્ધ મજબૂત પુરાવા નથી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે માન્ય છે કે, ખાલિસ્તાની આતંકી હરદિપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો તે માત્ર ગુપ્તચર જાણકારી હતી, કોઇ મજબૂત પુરાવા તેમાં નહોત.
ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રુડોના નિવેદન બાદ આજે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે સંબંધ બગડવા માટે કેનેડાના વડાપ્રધાન ટ્રુડો જ જવાબદાર છે. બીજી બાજુ કેનેડાની રાજનીતિમાં વિદેશી હસ્તક્ષેપને લઇને એક તપાસ સમિતિ બનાવાઇ હતી.
ટ્રુડો બુધવારે તેમાં રજૂ થયા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે મને ફાઇવ આઇઝ દેશોથી ગુપ્તચર માહિતી મળી હતી જેનાથી સ્પષ્ટ થયું હતું કે કેનેડાની ધરતી પર તેના નાગરિકની હત્યામાં ભારત સામેલ છે.
ટ્રુડોએ જણાવ્યું હતું કે, તપાસમાં ભારતે મદદ ન કરી. અમારી પાસે પુરાવા મંગાયા. મેં કહેલું કે અમારી પાસે ગુપ્તચર જાણકારી છે, હાલ કોઇ પુરાવા નથી, એટલે આપણે સાથે મળીને કામ કરવું જોઇએ.