નવી દિલ્હી,તા.15
ભારત અને કેનેડા વચ્ચે નવેસરથી છેડાયેલા ડીપ્લોમેટીક યુદ્ધમાં હવે કેનેડાનાં વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ તમામ હદ વટાવતા આક્ષેપ કર્યો કે ભારત સરકારે કેનેડાની ધરતી પર એક કેનેડીયન નાગરીક સામે અપરાધીક પ્રવૃતિ કરીને ખુબ મુળભૂત ભુલ કરી છે. તેઓએ બન્ને દેશોના તનાવ અંગે ભારત સરકાર કેનેડામાં ટાર્ગેટ કીલીંગ કરી રહી છે તેવુ જણાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ તેમાં ઘસડવા પ્રયાસ કરીને બન્ને દેશો વચ્ચે તનાવ સર્જયો છે.
કેનેડાનાં પાટનગર ઓકાવામાં એક પત્રકાર પરિષદને સંબોધન કરતા વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ભારત સરકાર કેનેડાની ધરતી પર કેનેડાના નાગરીક સામે હત્યા કે અત્યાચાર કરે તે પૂર્વે અસ્વીકાર્ય છે.
તેઓએ કહ્યુ કે મે આ અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગત સપ્તાહનાં અંતે વાત કરી હતી અને સિંગાપોરમાં મળનારી નેશનલ સિકયોરીટી એડવાઈઝરીની બેઠકમાં પણ આ તનાવની ચર્ચા થશે અને જણાવ્યું કે બન્ને દેશો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જરૂરી છે.
તેઓએ, જણાવ્યું હતું કે બન્ને દેશો અમોનાં સબંધો આટલા ઉગ્ર તનાવભર્યા બને તે કેનેડાની પસંદગી નથી પણ અમારા પર તે લાદવામાં આવી છે. બીજી તરફ કેનેડાએ ખાલીસ્તાની નેતા હરદિપસિંહ નિજજરની હત્યામાં ભારત સરકારની સંડોવણી સાથે એક રીપોર્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહનુ પણ નામ હોવાનો ધડાકો થયો છે.
વોશીંગ્ટન પોસ્ટનાં એક રીપોર્ટ મુજબ નિજજરની હત્યા અંગે કેનેડા સરકારે જે રીપોર્ટ તૈયાર કર્યો છે તેમાં ભારતીય ડીપ્લોમેટીક મિશનનાં અધિકારીઓ સાથે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનુ નામ પણ ઉમેરાયું છે. આ રીપોર્ટમાં અગાઉ છ ભારતીયના નામ હતા અને તેઓએ કેનેડાએ પર્સન ઓફ ઈન્ટ્રેસ્ટ તરીકે ગણાવ્યા હતા.
મતલબ કે નિર્જરની હત્યાના કેસમાં તેઓ પર પણ શંકા છે અને હવે તેમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ જોડવામાં આવ્યું છે. વોશીંગ્ટન પોસ્ટના રીપોર્ટ મુજબ નિજજરની હત્યા એ કોઈ એકલ દોકલ ઘટના નથી કે અલગ સ્થિતિ નથી.
ભારતના વરિષ્ટ અધિકારીઓ અને દેશની વિદેશી જાસુસી એજન્સી રો દ્વારા એક મોટા પ્રયાસનો ભાગ છે.કેનેડાના અધિકારીએ જણાવ્યું કે નિજજરની હત્યા અને અન્ય હત્યાઓ તથા કેનેડામાં જે હિંસા છે તેમાં તે સામેલ છે અને આ સુચના ભારતનાં ટોચનાં સ્તરેથી આપવામાં આવે છે.
કેનેડાએ દાવો કર્યો છે કે, ભારતીય રાજદ્વારીઓની વાતચીત અને સંદેશાઓમાં ભારતનાં એક વરિષ્ઠ અધિકારી અને રોના એક અધિકારીનો સંદર્ભ છે અને તેઓ દ્વારા આતંકીઓ પર હુમલાની મંજુરી આપવામાં આવી હતી અને વોશીંગ્ટન પોસ્ટના રીપોર્ટમાં ભારતના આ ઉચ્ચ સ્તરના વ્યકિતની ઓળખ ગૃહમંત્રી અમિત શાહ તરીકે આપવામાં આવી છે.
જે ભારતમાં નંબર-2 સ્થાને છે અને શનિવારે સીંગાપોરમાં એક બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલને ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય સામેના પુરાવા સુપ્રત કર્યા છે.ટ્રુડોએ જે સિંગાપોર બેઠકની વાત કરી તે હિંસા સંદર્ભની હતી.
ભારત સરકારના એજન્ટો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા
કેનેડાનો વધુ એક આરોપ: હત્યા માટે આ ગેંગનો ઉપયોગ કરે છે
નવી દિલ્હી: હાલમાં મહારાષ્ટ્રમાં એનસીપીનાં નેતાની હત્યાની સંડોવાયેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગને પણ કેનેડાએ આ વિવાદમાં ઘસડી છે કેનેડાની ધરતી પર ગુન્હાહીત પ્રવૃતિમાં ભારત સરકારનાં ડીપ્લોમેટની સંડોવણી છે એવો આરોપ મુકયો છે.
ભારત સરકાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે ભારત સરકારનાં એજન્ટો કામ કરે છે અને ખાલીસ્તાની તરફની ટાર્ગેટ કરે છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ કેનેડા સહીતના દેશોમાં સક્રિય છે. તે સંદર્ભમાં કેનેડાના આ આક્ષેપો ગંભીર બની જાય છે.