નવીવાડી ગામે રામાપીર મંદિરનો ૬ઠ્ઠો પાટોત્સવ યોજાયો

Share:

શહેરા તાલુકાના નવીવાડી ગામમાં બાબા રામદેવપીરનું મંદિર બાંધવામાં આવ્યું હતું જેને આજે છ વર્ષ પુરા થતાં છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે આદરનીય ગોસ્વામી રાકેશગીરી મહારાજના સાનિધ્યમાં રામદેવપીર ભગવાનના ૩૩ જ્યોતિસ્વરૂપ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભજન-કિર્તન સત્સંગ કલાકાર શ્રી સુભાષભાઇ પ્રજાપતિ તથા શ્રી સુરેશભાઇ રાઠવાએ ભક્તિરસથી ભાવવિભોર કર્યા હતા.અતિથિ વિશેષ તરીકે સંતશ્રી બીજલબાપાના કૃપાપાત્ર શિષ્ય પૂ.વિજ્યા દીદી,બાલાશિનોર કોલેજના પ્રિન્સિપાલ ર્ડા.દિનેશભાઇ માછીએ હાજર રહી પોતાનું ભક્તિ સભર વક્તવ્ય આપ્યું હતું.કળિયુગના પ્રગટ પ્રભુ બાબા રામદેવપીરના આર્શિવાદથી અત્યાર સુધી નવીવાડી તથા આસપાસના ગામડાઓમાં ૬૫ ઘેર પારણા બંધાયા છે.બપોરે બાર વાગે ભગવાન રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢ્યા બાદ લઘુયજ્ઞ અને ત્યારબાદ સમગ્ર નવીવાડીના ગ્રામજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સુભાષભાઇ પ્રજાપતિએ કહ્યું હતું કે દરેકે પોતાના માતા-પિતા કે જે પૃથ્વી ઉપરના સાક્ષાત ભગવાન છે તેમનો આદર-સત્કાર અને સેવા કરવી જોઇએ,તેમને તમામ પ્રકારની સુખ-સુવિધા અને આનંદ મળે તેવો પ્રયત્ન કરવો જોઇએ,તેમના આર્શિવાદથી જ આપણે આપણા ધ્યેય સુધી ૫હોચી શકીશું.આપણે જીવનભર તેમનું ઋણ ઉતારી શકતા નથી.તેઓ હર હંમેશના માટે તો અમારી સાથે રહેવાના નથી પરંતુ જેટલો સમય સુધી રહે પ્રેમથી રહેવું જોઇએ.માતા-પિતા,ગુરૂ અને અતિથિની સેવા કરજો.

વ્યાસપીઠ ઉપરથી અનેક દ્રષ્ટાંતો,બોધકથાઓના માધ્યમથી પોતાનો ભાવ વ્યક્ત કરતાં આદરનીય ગોસ્વામી રાકેશગીરી મહારાજે કહ્યું હતું કે ભાગ્ય હોય તો જ ભગવાનનાં દર્શનનાં થાય છે.દેખાદેખીથી ભક્તિ કરે અને પોતાને ભક્ત ગણાવે તેનું કલ્યાણ થતું નથી.સદાય નમ્રતાને અપનાવો.ભક્તિથી જ જીવનમાં પ્રેમ નમ્રતા સમદ્રષ્ટિ અને સહનશીલતાના ગુણો આવે છે.માનવ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો,પાંચ પ્રાણ અને ચાર અંતઃકરણ મળી કુલ ૧૯ તત્વો છે.મનુષ્ય સમગ્ર જીવન દરમ્યાન આ ૧૯માં જ ગુંચવાયેલો રહે છે.જ્યાં સુધી તેમાં આત્મજ્ઞાનરૂપી વીસમાનો સમાવેશ કરવામાં આવતો નથી ત્યાંસુધી એટલે કે આધ્યાત્મિક જીવન જીવવામાં ન આવે ત્યાં સુધી સુખ-શાંતિ,સંતોષ અને આનંદની પ્રાપ્તિ થતી નથી.પાપથી દૂર રહેજો,ધર્મમાં ધ્યાન આપજો,જીવમાત્ર ઉપર દયા રાખજો.વાદ-વિવાદ અને નિંદા ન કરશો

વિનોદભાઈ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *