નવા વર્ષમાં ફ્લેટ શરૂઆત બાદ Sensex 500 પોઈન્ટ ઉછળ્યો

Share:

Mumbai,તા.01

નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ 23700નું સપોર્ટ લેવલ ફરી પાછુ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે, નવા વર્ષના પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે શેરબજારો બંધ છે. આજે યુએસ, યુકે, કોરિયા, ચીન, ફ્રાન્સ, જર્મની સહિત મોટાભાગના એશિયન સ્ટોક માર્કેટ્સ, યુરોપિયન શેરબજારમાં જાહેર રજા છે. 

સેન્સેક્સ ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ 200 પોઈન્ટ તૂટી 77898.30 થયો હતો. જો કે, 11.17 વાગ્યે 500 પોઈન્ટ ઉછળી 78637.71 થયો હતો. જે 12.08 વાગ્યે 275.10 પોઈન્ટ સુધરી ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 71.30 પોઈન્ટ ઉછળી 23716.10 પર કારોબાર થઈ રહ્યો હતો.

મેટલ-રિયાલ્ટી સિવાય તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં

સ્ટોક માર્કેટમાં ટ્રેડેડ ટોચના 13 સેક્ટોરલ ઈન્ડેક્સમાં મેટલ અને રિયાલ્ટી સિવાય લગભગ તમામ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સમાચાર લખાયા ત્યારે મેટલ ઈન્ડેક્સ 0.44 ટકા, અને રિયાલ્ટી 0.89 ટકા ઘટાડે ટ્રેડેડ હતો. નવા વર્ષની શરૂઆત સાથે હવે રોકાણકારો ફુગાવો અને ફેડ રિઝર્વ દ્વારા રેટ કટના પડકારો પર ફોકસ રહેશે. ટ્રમ્પની નિમણૂક બાદ અમેરિકાની નવી આર્થિક નીતિઓને ધ્યાનમાં રાખતાં વિદેશી રોકાણકારો નવા રોકાણ માટે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જાન્યુઆરીમાં ત્રીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અને યુનિયન બજેટ પર સૌની નજર રહેશે. 

નિફ્ટી50 ખાતે શેર્સની સ્થિતિ (12.30 વાગ્યા સુધી)

શેરછેલ્લો ભાવઉછાળો
M&M3067.252
ADANIENT2578.61.98
ASIANPAINT2321.61.76
APOLLOHOSP7408.951.54
LT3661.951.51
શેરછેલ્લો ભાવઘટાડો
HINDALCO591.05-1.89
DRREDDY1363.4-1.81
BAJAJ-AUTO8661.05-1.56
NTPC330.4-0.88
ONGC237.24-0.84

Leave a comment

Your email address will not be published. Required fields are marked *