દેશના ટોપ-5 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં Ahmedabadને સ્થાન નહીં

Share:

Ahmedabad,તા.03

અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવર-જવરનો આંક 12 લાખને પાર થયો છે. એક મહિનામાં સૌથી વઘુ મુસાફરોની અવર-જવર નોંધાઇ હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે. અમદાવાદ એરપોર્ટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં 10.48 લાખ ડોમેસ્ટિક અને 2.15 લાખ ઈન્ટરનેશનલ એમ કુલ 12.63 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ છે.

ગુજરાતના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સુરત બીજા સ્થાને

નવેમ્બર 2024માં અમદાવાદ એરપોર્ટમાં 9.93 લાખ ડોમેસ્ટિક અને 2.04 લાખ ઈન્ટરનેશનલ એમ કુલ 11.98 લાખ મુસાફરો હતા. આમ, નવેમ્બર કરતાં ડિસેમ્બરમાં મુસાફરોની અવર-જવરના પ્રમાણમાં વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટમાં ડિસેમ્બરમાં 1378 ઈન્ટરનેશનલ અને 7851 ડોમેસ્ટિક ફ્‌લાઇટની અવર-જવર નોંધાઈ હતી.

દેશના ટોપ-5 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદને સ્થાન નહીં, 1 મહિનામાં 12 લાખથી વધુ મુસાફર નોંધાયા 2 - image

ગુજરાતના અન્ય એરપોર્ટની વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં સુરતમાં 1.57 લાખ, વડોદરામાં 1.18 લાખ, રાજકોટમાં 1.05 લાખ, ભૂજમાં 15,895, જામનગરમાં 12,003 , દીવમાં 10,570, કંડલામાં 4,848, કેશોદમાં 2,360 , પોરબંદરમાં 58 મુસાફરોની અવર-જવર નોંધાઈ હતી.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *