દ્રવિડ-શાસ્ત્રી કરતાં વધુ પાવર છતાં એક બાદ એક સૂપડાં સાફ થતાં Gautam Gambhir સામે સવાલ

Share:

Mumbai,તા.05

 ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં મળેલી હારને કારણે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયાના ત્રણ મહિનામાં જ ટીકાનો સામનો કરી રહ્યો છે. ગંભીરની ટીમના મુખ્ય કોચ તરીકે ખૂબ જ ધામધૂમથી નિમણૂક કરવામાં આવી હતી. તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી સમિતિની બેઠકમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો હતો. ટીમ સાથે તેનું પ્રારંભિક રિપોર્ટ કાર્ડ અપેક્ષા અનુસાર રહ્યું નથી.

શરૂઆતમાં જ ગંભીરના કોચિંગ હેઠળ ટીમની હાર

ભારતીય ટીમની પસંદગીના મામલામાં ગંભીરને ઘણી સ્વતંત્રતા આપવામાં આવી છે. જો હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમના પ્રદર્શનમાં કોઈ મોટો સુધારો નહીં થાય તો તે ભવિષ્યમાં ટીમ સંબંધિત બાબતોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે નહીં. ગંભીરે કોચ તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે તરત જ ભારત 27 વર્ષમાં પહેલી વખત શ્રીલંકા સામે વનડે સીરિઝ હારી ગયું હતું. અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે ટેસ્ટમાં ભારતીય ટીમનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. ભારત આ પહેલા ક્યારેય ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચોની સીરિઝમાં ટેસ્ટમાં સ્વિપ થયું નથી.

અનેક નિર્ણયઓને લઈને ગંભીર પર સવાલો  

સ્પિનરો સામે ભારતીય બેટરોની નબળાઈ જાણવા છતાં મુંબઈની સ્પિનરો માટે સંપૂર્ણપણે અનુકૂળ એવી પીચને પસંદ કરવા પર ગંભીર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની બીજી સાંજે ઝડપી બોલર મોહમ્મદ સિરાજને નાઈટ વોચમેન તરીકે મોકલવાનો નિર્ણય અને સરફરાઝ ખાનને પહેલી ઇનિંગમાં આઠમા નંબરે મોકલવાનો નિર્ણય કેટલાક એવા વ્યૂહાત્મક પગલાં છે. જેના પર દરેક ગંભીરની ટીકા કરી રહ્યા છે.

ગૌતમ ગંભીરને અપાઈ વિશેષ છૂટ

સુત્રોના જણાવ્યા અનુસાર, ‘ગૌતમ ગંભીરને એવી સત્તા આપવામાં આવી હતી. જે તેના પુરોગામી રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડ પાસે ન હતી. BCCIના નિયમ કોચને પસંદગી સમિતિની બેઠકોમાં ભાગ લેવાની મંજૂરી આપતા નથી. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગીની બેઠક ગંભીરને સામેલ કરવામાં આવ્યો હતો. પ્રવાસના મહત્વને ધ્યાનમાં રાખીને મુખ્ય કોચને તેમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.’ હવે BCCI પણ ગંભીરથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ ગંભીર માટે કઠિન કસોટી

દિલ્હી અને KKRનો ઝડપી બોલર હર્ષિત રાણા અને SRHનો ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી આ બંને ખેલાડીઓને ગંભીરની માંગ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. હવે આગામી ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ ગંભીર માટે કઠિન કસોટી હશે.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *