દેશમાં અન્યત્ર રામમંદિર જેવા વિવાદ ઉભા કરવાની જરૂર નથી:Mohan Bhagwat

Share:

Pune,તા.20
દેશમાં અને ખાસ કરીને ઉતરપ્રદેશમાં મસ્જીદોમાં સર્વે કરાવી મંદિર શોધવાના શરૂ થયેલા સિલસિલા સામે આખરે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ‘રૂક-જાવ’ના સૂર દર્શાવતા કહ્યું કે દેશમાં ‘રામમંદિર’ જેવા વિવાદો અન્યત્ર ઉભા કરવાનું બંધ થવુ જોઈએ.

તેઓએ પુનામાં ‘વિશ્વગુરૂ-ભારત’ પર આયોજીત એક વ્યાખ્યાન માળામાં સંબોધન કરતા કહ્યું કે ભારતે ભૂતકાળની ભુલમાંથી બોધપાઠ લેવો જોઈએ અને દેશને વિશ્વ માટે એક મોડેલ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. શ્રી ભાગવતે કહ્યું કે રામમંદિર એક આસ્થાનો પ્રશ્ન હતો અને હિન્દુઓની લાગણી હતી કે જન્મભૂમિ પર રામમંદિર બનવું જોઈએ.

પરંતુ અન્ય સ્થાન પર આ પ્રકારના મુદા ઉઠાવવા એ સમુદાયો વચ્ચે ધિકકાર અને જે દુશ્મનાવટ પેદા થાય તે અસ્વીકાર્ય છે. હાલમાં જ જે રીતે ઉતરપ્રદેશના સેબલથી લઈને રાજસ્થાનથી અજમેર શરીફ દરગાહમાં હિન્દુ મંદિરો હોવાના દાવા સાથે સર્વેના અદાલતી દાવા થઈ રહ્યા છે.

તે સંદર્ભમાં ભાગવતનું આ વિધાન મહત્વનું છે. અગાઉ પણ તેઓએ દરેક મસ્જીદોમાંથી મંદિર શોધવાની પ્રવૃતિ થવી જોઈએ નહી તેવુ વિધાન કર્યુ હતું પણ સૌથી આશ્ચર્યજનક છે કે ખુદ ઉતરપ્રદેશ જયારે મુખ્યમંત્રી યોગી આદીત્યનાથની નજર હેઠળ જ આ પ્રકારના વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે. 

શ્રી ભાગવતે કહ્યું કે કટ્ટરવાદ, આક્રમકતા, બળજબરી અને અપમાનીત કરવાનો ધર્મ કે ઈશ્વર એ આપણી સંસ્કૃતિ નથી. દેશમાં દરેક વ્યકિતને તેના ધર્મને અનુસરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *